રાજકોટઃ નીલકંઠ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બનાવતા સ્થાનિકોનો વિરોધ
શહેરના 80 ફૂટ રોડ પર આવેલી નીલકંઠ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે. પરંતુ અહીં સ્થાનિકો આ કોવિડ સેન્ટરને લઈને વિરોધ કરી રહ્યાં છે.
રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટ શહેરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યા છે. આમ શહેરના 80 ફૂટ રોડ પર આવેલી નીલકંઠ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે. પરંતુ અહીં સ્થાનિકો આ કોવિડ સેન્ટરને લઈને વિરોધ કરી રહ્યાં છે. સ્થાનિક લોકોએ બહારના વિસ્તારમાં કોવિડ સેન્ટર શિફ્ટ કરવાની માગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે ગીચ વિસ્તાર હોવાથી અહીં કોવિડ હોસ્પિટલ ન રાખવામાં આવે. આ સાથે સ્થાનિકો કહી રહ્યાં છે કે હોસ્પિટલમાં પાર્કિંગની પણ જરૂરી સુવિધા નથી.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ કોરોનાથી સંક્રમિત
રાજકોટમાં સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ કોરોનાથી સંક્રમિતરાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ મનીષ મહેતા કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓ બે દિવસ પહેલા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ સાથે પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યાં હતા. તો હોસ્પિટલના ડેન્ટલ વિભાગના વડા ડોક્ટર જાગૃતિ બેન મહેતા પણ કોરોનાનો શિકાર બન્યા છે. સુપ્રીટેન્ડેન્ટ બાદ તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા હોસ્પિટલના અન્ય કર્મચારીઓની પણ ચિંતા વધી છે.
Breaking News: સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર કોરોનાથી સંક્રમિત, થયા હોમ ક્વોરન્ટાઈન
રાજકોટ જિલ્લામાં કોરોનાની સ્થિતિ
રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 982 કેસ સામે આવ્યા છે. જેમાં 20 લોકોના મૃત્યુ થયા છે. તો સારવાર બાદ 409 લોકો સાજા પણ થયા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube