લોકડાઉન: પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર , આ 21 મુશ્કેલીઓ દૂર કરવા કરી અપીલ
બસ, ટ્રેન, વિમાન જેવી ટ્રાન્સરપોર્ટ વ્યવસ્થા બંધ હોવાના કારણે આ દુકાનોમાં પુરવઠો સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં મુશ્કેજલી સર્જાઈ રહી છે.
ગૌરવ પટેલ, અમદાવાદ: વૈશ્વિક સ્તરે કોરોના વાયરસનો હાહાકાર જોવા મળ્યો રહ્યો છે, અત્યારે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં લોકડાઉન પાલન થઇ રહ્યું છે. લોકડાઉનમાં ગુજરાતની પ્રજાને કેટલીક મુશ્કેલીઓને દૂર કરવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને 21 બાબતો ધ્યાને દોરી છે. જુઓ આ કઇ બાબતો છે.
(1) સરકાર દ્વારા દુધ-શાકભાજી-ફળોની દુકાન, દવાની દુકાન, અનાજ-કરિયાણાની દુકાન વગેરે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવેલ છે, પરંતુ બસ, ટ્રેન, વિમાન જેવી ટ્રાન્સરપોર્ટ વ્યવસ્થા બંધ હોવાના કારણે આ દુકાનોમાં પુરવઠો સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં મુશ્કેજલી સર્જાઈ રહી છે. અનાજની દુકાનો ખુલ્લી છે પરંતુ અનાજ, કઠોળ, તેલનો પૂરતો જથ્થોહ દુકાનોમાં ઉપલબ્ધ નથી. આ મુશ્કેલી દૂર કરવા માટે દરેક વસ્તુનો પુરવઠો જળવાઈ રહે તે માટે રાજ્યા સરકારે પૂરતી વાહન વ્યવસ્થા કરી સતત પુરવઠો મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ.
(2) રાજ્યની ગરીબ પ્રજા કે જે દૈનિક ધોરણે કમાઈને પોતાનો તથા પરિવારનો જીવનનિર્વાહ કરે છે તેવા લોકોની આજીવિકા છેલ્લા આઠ-દસ દિવસથી બંધ થઈ ગયેલ છે. તેઓના જીવનનિર્વાહ માટે કેશડોલ્સા, અન્યિ સહાય વગેરેની સરકારે યોગ્યન વ્યવસ્થા કરવી જોઈએ.
(3) સરકારની જાહેરાત મુજબ રેશનકાર્ડ ઉપર મફતમાં અમુક ખાદ્યસામગ્રી સરકાર તરફથી આપવાની જાહેરાત થયેલ છે, જે સારી વાત છે. પરંતુ હાલના તબક્કે લોકડાઉન છે અને હજુ 15 દિવસથી વધુનો સમય પસાર કરવાનો બાકી છે અને આ લોકડાઉન ક્યા રે પૂર્ણ થશે તેની કોઈને ખબર નથી. તો આ સમયગાળા સુધી ગરીબ-મજદુર-રોજેરોજનું કમાઈને જીવનનિર્વાહ કરતા ગુજરાતીઓ માટે સરકારે યોગ્યા વ્યવસ્થા કરવી જોઈએ.
(4) હાલ અલગ-અલગ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં પ્રજાજનોનું સ્થળાંતર ચાલુ છે તો આ સ્થળાંતરમાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, દિવ્યાંગજનો વિગેરે પણ છે તો આ પ્રજાજનો માટે સમય-સમય પ્રમાણે ભોજનની વ્યયવસ્થામ સરકારે કરવી જોઈએ.
(5) સ્થળાંતર દરમ્યાન પુરુષો, સ્ત્રી ઓ, બાળકો, વૃદ્ધો, દિવ્યાંગજનો વિગેરેના રાત્રિરોકાણ માટે યોગ્યસ વ્યવસ્થા કરવી જોઈએ.
(6) રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કેટલાય લોકો સરકારની મદદ વગર ભુખ્યા સુઈ જાય છે. ઝુંપડપટ્ટી વિસ્તારોમાં દાહોદ, ગોધરા, મધ્યવપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર વિગેરે વિસ્તારના નાગરિકો રહે છે કે જેઓ દૈનિક ધોરણે રોજગારી કરી, કમાણી કરી, પોતાની આજીવિકા ચલાવે છે, પરંતુ આ શ્રમજીવીઓની રોજગારી છેલ્લા દસ દિવસ કરતાં વધુ સમયથી બંધ થયેલ છે. તેમની પાસે રેશનકાર્ડ પણ નથી કે તેમને આર્થિક મદદ કરનારું પણ કોઈ નથી. આવા લોકોને તાત્કાતલિક સર્વે કરાવી સરકારે તેઓના જીવનનિર્વાહ માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.
(7) સરકાર દ્વારા આવા લોકોની જઠરાગ્નિ શાંત કરવા માટે ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ કે જીવનનિર્વાહ માટે આવશ્યવક ચીજવસ્તુઓની કીટની વ્યવસ્થા કરવી જોઈએ.
(8) રાજ્યાના અલગ-અલગ વિસ્તારોમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા આવા લોકોની ચિંતા સેવવામાં આવે છે અને મદદ કરવામાં આવે છે. પરંતુ સરકાર પાસે આવી સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓની કોઈ માહિતી હોતી નથી કે કોઈ સર્વે પણ કરવામાં આવતો નથી. કેટલીક સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા આવા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે ? કેટલી સંસ્થાઓ દ્વારા જીવનનિર્વાહની કીટનું વિતરણ કરવામાં આવે છે? વગેરે બાબતનો સર્વે કરાવી તેની માહિતી સરકારે પોતાની પાસે રાખવી જોઈએ.
(9) રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોને રહેવા માટે અલગ કોરન્ટાઈન હોમની વ્યવસ્થા કરવામાં આવે અને ભોજન-પાણી-સલામતીની વ્યોવસ્થા તાત્કાલિક સરકારે કરવી જોઈએ.
(10) પશુઓ માટે ઘાસચારાની પૂરતી વ્યીવસ્થા ઉપલબ્ધા છે કે કેમ ? તેની તપાસ કરાવી પશુઓ માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધર કરાવવો જોઈએ.
(11) રાજ્યના દરેક વિસ્તારોમાં શાકભાજી-ફળોની લારી-ફેરીયાઓ દ્વારા ઉપલબ્ધિક કરાવવી જોઈએ.
(12) રાજ્યતમાં આવશ્યક સેવા તરીકે મેડીકલ સ્ટોર્સ ખુલ્લા છે પરંતુ તેમાં જરૂરી દવાઓ ઉપલબ્ધા નથી ત્યારે મેડીકલ સ્ટોર્સમાં પૂરતા પ્રમાણમાં જરૂરી દવાઓનો જથ્થો જળવાઈ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.
(13) રાજ્યના મેડીકલ સ્ટોર્સમાં નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે પૂરતા પ્રમાણમાં સેનીટાઈઝર, માસ્કાનો જથ્થો ઉપલબ્ધ નથી, તે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવો જોઈએ.
(14)આરોગ્ય કર્મીઓને રૂા. 25 લાખનું વીમા કવચ આપવામાં આવેલ છે તેવી જ રીતે રાજ્યમાં જાનના જોખમે સફાઈ કરતાં, ગંદા વિસ્તારોમાં કામ કરતાં, ગટરના ગાળા કાઢતાં, ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા સફાઈ કર્મીઓ, ડ્રાયવર અને તેની સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓને પણ વીમા કવચ ઉપલબ્ધ કરાવવું જોઈએ. ઉપરાંત, લોકડાઉનના સમયે આવશ્યાક સેવાઓ સાથે સંકળાયેલ કર્મચારીઓ તથા અન્યે વિભાગના જે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તે તમામ કર્મચારીઓને રૂા. 50 લાખનું વીમા કવચ પૂરું પાડવું જોઈએ.
(15) ખેડૂતો માટે બિયારણ-ખાતર-દવા વગેરેની પૂરતી વ્યાવસ્થાચ કરવી જોઈએ.
(16) ધાર્મિક/સામાજીક તથા અન્યે સ્વૈચ્છિવક સંસ્થાચઓનું નિયમિત સંકલન થાય અને જનજીવન સામાન્ય થાય તે માટે આવી સ્વૈચ્છિક સંસ્થાઓ વચ્ચે અલગ-અલગ કામની વહેંચણી સુનિશ્ચિત કરવી જોઈએ, જેના કારણે ગરીબ અને મધ્યથમ વર્ગના લોકોને જરૂરિયાત મુજબની વસ્તુઓ મળી રહેશે.
(17) ધાર્મિક/સામાજીક તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાના દરેક સભ્યો તથા દરેક તબક્કે ચૂંટાયેલ જન પ્રતિનિધિઓ વિગેરેએ સેવાકીય પ્રવૃત્તિઓ વખતે સરકારના માણસો સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે, જેથી આવી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની ઓળખ સુનિશ્ચિેત કરવા તાત્કાસલિક ધોરણે પાસ ઈસ્યુ કરવા જોઈએ.
(18) ખેડૂતો, પશુપાલકો તથા અન્ય વ્યક્તિઓને અલૌકિક કામે અતિ આવશ્યક પ્રવાસ માટે જવાનું થાય ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા આંશિક મુક્તિ આપવી જોઈએ.
(19) કોરોના વાયરસ અંગે લોકડાઉનની કાયદો અને વ્ય્વસ્થા જાળવવાની કામગીરી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ કામગીરી તેમણે લોકો સાથે સરકારી સુચનાઓનું પાલન સહાનુભૂતિથી કરાવવાને બદલે સખ્તાઈથી પગલાં ભરે છે, જેથી પોલીસ તંત્ર દ્વારા લોકો સાથે માનવતાપૂર્ણ વ્યવહાર થાય તેવી સૂચના આપવી જોઈએ.
(20) ગ્રામ્યા વિસ્તારના ખેડૂતો તેનો ઉભો પાક બચાવવા માટે પોતે અથવા તો તેમના મજુરો અમુક સમયે ખેતરમાં જઈ શકે તે માટે આંશિક મંજુરી આપવી જોઈએ, કારણ કે આવા ખેતીના કામમાં ટોળે વળીને જવાનું હોતું નથી, જેથી પોતાની ખેતી માટે મંજુરી આપવામાં આવે તો તેઓ ઉભા મોલને બચાવી શકે.
(21) ખેડૂતોને ખાતર-બિયારણ ખરીદવા માટે જંતુનાશક દવાની દુકાનો અમુક સમય માટે ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવે અને ખેડૂતોને આવી જંતુનાશક દવા ખરીદવા સારૂ આંશિક સમય માટે મંજુરી આપવામાં આવે.
ઉપરોક્ત બાબતોને ગંભીરતાથી લઈ, પ્રજા પ્રત્યેવ સહાનુભૂતિ દર્શાવી, લોકડાઉનના સમયમાં પ્રજાને વધુ અવગડતા ન પડે, પ્રજાને જીવન જરૂરિયાતની આવશ્યક વસ્તુઓ મળી રહે અને તંત્ર સાથે ઘર્ષણ ન થાય તે માટે પ્રજાના હિતમાં અમોએ જે સૂચનો કરેલ છે, તેનો સત્વદરે અમલ કરવા પ્રજાહિતમાં અમલ કરવા ભલામણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર