મૌલિક ધામેચા, અમદાવાદ: સમગ્ર દેશમાં હાલ લોકડાઉન બાદ સાયબર ક્રાઇમે માથું ઉચકયું છે તેવા સમયમાં ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. પણ ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલું સાયબર આશ્વસ્થ પ્રોજેક્ટ સાયબર ફ્રોડનો શિકાર બનેલા લોકોની વ્હારે આવ્યુ છે. 7 મહિનાનાં સમયગાળામાં સાયબર ફ્રોડ થકી હજારો લોકોએ ગુમાવેલા 5 કરોડ રૂપિયા રિકવર કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની સાયબર ક્રાઇમ કચેરીમાં રોજ અનેક લોકો પોતાની સાથે થયેલી ઓનલાઇન ચીંટીગની ફરિયાદ લઈને આવતા હોય છે. તેવા સમયમાં ગુજરાત સરકારે સાયબર આશ્વસ્થ પ્રોજેકટ શરૂ કર્યો છે. જે પ્રોજેક્ટમાં આ પ્રકારે સાયબર છેતરપીંડીનો ભોગ બનનારાની ફરિયાદનાં આધારે તાત્કાલીક પગલાં લેવા માટે ક્વીક રિસ્પોન્સ ટીમ બનાવાઇ છે. જે ટીમે અત્યાર સુધી અનેક લોકોએ ગુમાવેલા પૈસા પરત અપાવવામાં મદદ કરી છે. અત્યાર સુધીમાં 15300 જેટલી ફરિયાદો સાયબર ક્રાઇમને મળી છે.


સાયબર આશ્વસ્થ પ્રોજેક્ટ હેઠળ કામ કરતી ટીમ સતત PAYTM, ફોન પે, ગુગલ પે, તેમજ બેંકો સાથે સંપર્કમાં રહે છે અને જ્યારે પણ કોઇ વ્યક્તિની ફરિયાદ મળે એટલે તરત જ ગઠીયાઓએ લીધેલી રકમ જે ખાતામાં હોય ત્યાં જ ફ્રિજ કરી દેવાય છે. અને તે બાદ સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરે છે. અમદાવાદ સાયબર ક્રાઇમે અત્યાર સુધીમાં 5.60 કરોડ રૂપિયા ફ્રિજ કર્યા છે. ઓનલાઇન ચીટીંગની નવી નવી મોડસ ઓપરેન્ડી અપનાવી ગઠીયાઓ લોકોને શિકાર બનાવે છે. સાયબર ફ્રોડનો શિકાર થતા લોકોએ સૌથી પહેલા શું કરવુ તે જાણવું પણ જરૂરી છે. જેથી આપ પણ આવા ફ્રોડથી બચી શકો છો.


ગુજરાતમાં સાયબર ફ્રોડની ધટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે, ત્યારે સાયબર ગઠીયાઓ દ્વારા અપાતી લોભામણી લાલચોમાં તેમજ ભ્રમમાં આવી કોઇને પણ ઓટીપી ન આપવાની અપીલ કરી છે. સાથે જ લોભ લાલચથી બચવાની સાથે સાથે  જરૂરી છે એટલું સાવચેત રહેવું. ત્યારે આ સાયબર આશ્વસ્થ પ્રોજેક્ટ લોકો માટે આશીર્વાદ સમાન સાબીત થઇ રહ્યુ છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube