હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા (Shivanand Jha) એ જણાવ્યું કે, રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલ માટે પોલીસ દ્વારા શક્ય એટલા સઘન પ્રયાસો કરાય છે. લૉકડાઉનને અસરકારક બનાવવાની વહીવટી તંત્રની આ કાર્યવાહીમાં કાયદો હાથમાં લઇ અવરોધ ઉભો કરનાર અસામાજિક તત્વોને પણ સાંખી લેવાશે નહિ. લૉકડાઉન દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા વિરોધ કરીને નાગરિકોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવી ઘટનાઓમાં સામેલ તત્વોને શોધી-શોધીને ધરપકડ કરી શક્ય એટલી વધુમાં વધુ કડક કાર્યવાહી કરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રી અમિત શાહની તબિયતના ફેક ન્યૂઝ ફેલાવનાર ગુજરાતમાંથી પકડાયા


લૉકડાઉનના અમલ તથા કોરોના સંક્રમણને રોકવા માટેની કામગીરીમાં અવરોધ ઉભો ન કરવા લોકોને અપીલ કરતાં ડીજીપીએ પોલીસ સહિત અન્ય સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર કોઇ પણ વ્યક્તિને છોડાશે નહીં એમ ચીમકી ઉચ્ચારી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ગઇકાલે પોલીસ પરના હુમલાના બે બનાવો પૈકી અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન અને રાજકોટ જિલ્લાના પડઘરીમાં એક-એક ગુનો નોંધીને કાર્યવાહી કરાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 28 ગુનામાં 64 આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને જેલના હવાલે કરી દેવાયા છે.


ગુજરાતમાં આજે નવા 394 કેસ, વધી રહેલા કેસ વચ્ચે સરકારે દર્દી માટે ડિસ્ચાર્જની નવી પોલિસી બનાવી


તેમણે જણાવ્યું કે, વતન જવા માંગતા પરપ્રાંતીય શ્રમિકોએ પણ ધીરજ રાખીને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ રહેલી કામગીરીમાં સહયોગ આપવો જોઈએ. આ અંગે મુખ્યમંત્રીઅંગત દેખરેખ રાખી રહ્યા છે ત્યારે શ્રમિકોએ તંત્ર પર ભરોસો રાખીને ખોટી અફવાઓ સંદર્ભે ગેરમાર્ગે દોરાવવું જોઈએ નહીં. ખોટી અફવા ફેલાવનાર સામે પણ પગલાં લેવાશે. ગઈકાલે અમદાવાદના ગોતા અને સૂરત જિલ્લાના ઇચ્છાપોર ખાતે શ્રમિકજનો એકત્ર થતા અવ્યવસ્થા સર્જાઈ હતી. પોલીસને નાછૂટકે કાર્યવાહી કરવી પડી હતી તેનો ઉલ્લેખ કરી શ્રમિકોને અપીલ કરતા કહ્યું હતું કે, વતન જવા માંગતા શ્રમિકો નિશ્ચિંત રહે જ્યાં છો ત્યાં જ રહો તંત્ર દ્વારા સામેથી જાણ કરવામાં આવશે. આંતરરાજ્ય પ્રવેશમાં પણ બંને રાજ્યના સહયોગ-સંકલનથી જ પ્રવેશ મળશે તેમ તેમણે જણાવ્યું.


રાજસ્થાન જવાની પરવાનગી સાથે આવેલ પરપ્રાંતિયોને વલસાડ પોલીસે આવવા ન દીધા, દોડાવી દોડાવી માર્યાં


સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય, કોમી લાગણી ભડકે, શ્રમિકો ગેરમાર્ગે દોરાય તેવી ભડકાઉ પોસ્ટ કે અફવા ન ફેલાવવા ભારપૂર્વક અનુરોધ કરતા કહ્યું કે, આવું બનશે તો તેમની સામે પણ શક્ય એટલા કડક પગલાં લેવાશે. મહેસાણા ખાતે સોશિયલ મીડીયાના માધ્યમ દ્વારા ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકનાર સામે ગુનો નોંધીને આરોપીની પાસા હેઠળ ધરપકડ પણ કરાઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર