વડોદરા/ગુજરાત : લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક કરવાના ચકચારી કેસમાં ચાર આરોપી પકડાયા છે. જેમાં એક જ આરોપી ફરાર છે. યશવિંતસિંહ જશપાલ સિંહ સોલંકી. જેણે પોતાની ઓળખ યશપાલસિંહ ઠાકોર તરીકે આપી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરનાર યશપાલ સિંહ પેપરકાંડનો મુખ્ય સૂત્રધાર કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી કર્મચારી છે યશવંત
યશપાલ સિંહ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે. જોકે, સરકારી ઓફિસમાં કોઈને પણ જાણ કર્યા વગર તે 21 સપ્ટેમ્બરથી નોકરી પર આવતો જ નથી. તેની આ માહિતીથી જ હવે સરકારી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને માહિતી કાઢતા, વડોદરાના વારસીયા અર્બન હેલ્થ સેન્ટરમાં પબ્લિક હેલ્થ વર્કર તરીકે યશપાસ સિંહ ઠાકોર નામો 27 વર્ષનો કર્મચારી કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું. 


આ અંગે વધુ માહિતી મેળવતા તે મૂળ પંચમહાલના લુણાવાડાના મુવાડાનો હોવાનુ જાણવા મળ્યું હતું. કોઈ કારણોસર યશપાસ 21 સપ્ટેમ્બરથી નોકરી પર આવ્યો જ નથી. એટલું જ નહિ, 11 મહિનાના કરાર આધારિત પબ્લિક હેલ્થ વર્કર તરીકે ભરતી થતી વખતે યશપાલ સિંહે બધા જ પુરાવા યશપાલસિંહ જશપાલસિંહ ઠાકોરના નામના આપ્યા છે. જોકે, પોતાના ઈમેઈલમાં તે પોતાની સરનેમ ઢાંકી શક્યો ન હતો. તેણે પોતાનો ઈમેઈલ એડ્રેસ yashpalsolanki58@gmail.com જ રાખ્યો હતો. ટ


  • યશપાલ સિંહે પોતાનું કાયમી સરનામુ લુણાવાડા આપ્યું હતું, પણ તે વડોદરામાં ક્યાં રહે છે તેની કોઈને જ જાણ નથી.

  •  તે 8 ઓગસ્ટ, 2018ના રોજ કોર્પોરેશનમાં નોકરી માટે જોડાયો હતો. 11 મહિનાના કરારમાં તેનો માસિક પગાર 10 હજાર હતો. જ્યા તેને ઘરેઘરે જંતુનાશક દવા નાખવાનું કામ કરવાનુ હતું.

  •  યશપાલસિંહના વોટ્સએપનું લાસ્ટ સીન 7 ઓક્ટોબરનું બતાવે છે. જોકે, તે એકથી વધુ ફોનનો  ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું છે.