હિતેન વિઠલાણી/દિલ્હી: ગુજરાતના રાજકારણમાં લોકસભા ચુંટણીના પરિણામ બાદ મોટા ધડાકા થઈ શકે છે અને આ મોટા ધડાકાનું કારણ છે ચાર “સ”.આ ચાર “સ” છે શું અને કેવી રીતે ગુજરાત નું રાજકારણ બદલી શકે છે. 2014માં પૂર્ણ બહુમત વાળી કેન્દ્રની મોદી સરકાર બન્યા બાદ 808 દિવસ માટે ગુજરાતને આનંદીબેન પટેલના સ્વરૂપમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળ્યા હતા. રાજ્યમાં ચાલેલા પાટીદાર આંદોલનને કરાણે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આનંદી બેન પટેલ 22 મે 2014થી 7 ઓગસ્ટ 2016 સુધી રાજ્યના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. તેમના રાજીનામા પછી ગુજરાત સરકારથી માંડીને ભારતીય જનતા પાર્ટીના ‘સંઘટનમાં’ અનેક ફેરફાર થયા હતા. વિજય રૂપાણીને 7 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાતની કમાન સોંપાઈ. રૂપાણીએ મુખ્યમંત્રી બન્યા પછી  રાજ્યમાં  ડેમેજ કંટ્રોલનો ભરપુર પ્રયાસ કરી રહ્યા છે. અને તેમને કેન્દ્રનો પૂરોપૂરો ‘સહકાર’ મળી રહ્યો છે.  તેમ છતાં 2017ની વિઘાનસભા ચૂંટણીમાં ભાજપને ‘સૌરાષ્ટ્ર’ ગુમાવવું પડ્યું હતું. હવે 2019 લોકસભા ચૂંટણીના ુપરિણામ પછી ગુજરાતના રાજકારણમાં ફરીથી મોટા ફેરફાર થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. 


રૂપાણી મંત્રીમંડળમાં મોટા બદલાવના સંકેત : આ મંત્રીઓ પર ફરી શકે છે કાતર


શું છે આ ચાર “સ” અને શા માટે માત્ર “સ” ના કારણે ગુજરાતના રાજકારણમાં થવાના છે ફેરફાર


ભાજપ ના ચાર “સ”


  • સરકાર

  • સંઘટન

  • સહકાર

  • સૌરાષ્ટ્ર


આચારસંહિતા ઉલ્લંઘનઃ મોદી-શાહ અંગે સુપ્રીમે ચૂંટણી પંચને શું આદેશ આપ્યો જાણો


ભાજપના ચાર “સ” નું ગણિત


પ્રથમ “સ” એટલે સરકાર
7 ઓગસ્ટ 2016થી ગુજરાત સરકારની કમાન સૌરાષ્ટ્રના વિજય રુપાણીની હાથમાં છે. ગુજરાત સરકારમાં સૌરાષ્ટ્રથી 4 કેબિનેટ મંત્રીઓ છે. અને ૩ રાજ્ય કક્ષાનાં મંત્રીઓ છે. તો સાથે જ કેંદ્રની મોદી સરકારમાં પણ 2 કેંદ્રીયમંત્રી સૌરાષ્ટ્રથી છે.


બિજો “સ” એટલે સંઘટન
સંઘટનમાં પણ સૌરાષ્ટ્રનું બળ સૌથી મોટું છે. સંધટનની જવાબદારી પણ સૌરાષ્ટ્રીથી આવતા પાટીદાર ચહેરા જીતુ વાધાણીના હાથમાં છે.


ત્રીજો “સ” એટલે સહકાર
રાજ્ય અને કેંદ્ર બન્ને જગ્યાએ સહકારી સંસ્થાઓમાં દબદબો પણ સૌરાષ્ટ્રનો જ છે. તે પછી નાફેડ હોય કે ગુજકોમાસોલ કે પછી સહકારી બેંક...


ચોથો “સ” એટલે સૌરાષ્ટ્ર
જ્યારે ભાજપએ આટલું બધુ આપ્યું હોયને છતાય પાર્ટીને સામે કંઈ ન મળે ત્યારે સિદ્ધ થાય છે ચોથો “સ” સૌરાષ્ટ્ર અને આ જ કારણ છે કે, પાર્ટી લોકસભા ચુંટણી બાદ ગુજરાતનાં રાજકારણનો સૌથી મોટો ફેરબદલ 2019 ચુંટણીના પરિણામ બાદ કરશે.


લોકસભા ચૂંટણી 2019: વારાણસીમાં પીએમ મોદી સામે હવે 25 ઉમેદવાર


2017 વિધાનસભા પરીણામોમાં ભાજપને નુકસાન પહોંચાડવામાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો હાથ હતો. સૌરાષ્ટ્રની 48 બેઠકોમાંથી માત્ર ભાજપને 19 બેઠકો પર સફળતા મળી ત્યારબાદ જ રાષ્ટ્રીય નૈતૃત્વએ મન બનાવ્યું હતું કે, ગુજરાતના રાજકારણથી સૌરાષ્ટ્રનું કદ નબળું કરવું જરૂરી બન્યું છે. જેથી ભાજપના આંતરિક સુત્રો મુજબ ચાર “સ” ને ધ્યાનમાં રાખી પાર્ટી ગુજરાતનાં રાજકારણમાં સૌથી મોટો ફેરબદલ કરશે.



ભાજપે સૌરાષ્ટ્રને ન માંગતા બધુ જ આપ્યું પણ સૌરાષ્ટ્રએ ભાજપને સામે નિરાશા જ કેમ આપી આ સવાલના જવાબની શોધમાં જ ગુજરાતના રાજકારણનો સૌથી મોટો ફેરબદલ કરાશે. જેનું નુકસાન સૌરાષ્ટ્રની પ્રજાની સાથે સૌરાષ્ટ્રના નેતાઓએ ભોગવવું પડી શકે છે.