અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન પહેલા ભાજપે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. સુરતમાં પાર્ટી ઉમેદવાર મુકેશ દલાલની જીત બાદ ભાજપ જોશમાં છે અને પાર્ટીએ 400 પારના લક્ષ્યને હાસિલ કરવાની હુંકાર ભરી છે, તો બીજી તરફ કોંગ્રેસ હવે ચંદીગઢ મેયર ચૂંટણીની જેમ આ મામલાને કોર્ટમાં લઈ જવાની તૈયારી કરી રહી છે. ચૂંટણી પંચની સામે સુરત પ્રકરણને ઉઠાવ્યા બાદ કોંગ્રેસની લીગલ ટીમ તે વાત પર ચર્ચા-વિચારણા કરી રહી છે. મુકેશ દલાલ ભાજપના પ્રથમ એવા નેતા છે જે લોકસભા માટે બિનહરીફ ચૂંટાયા છે. સુરતની સીટ ભાજપનો ગઢ છે. આ સીટ પર ભાજપનો 1989થી સતત કબજો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટમાં પડકાર આપશે કોંગ્રેસ!
પ્રાપ્ત વિગત અનુસાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાયદાકીય વિકલ્પને ખુલો રાખવાની વાત કહેતા આ મામલાને કોર્ટમાં પડકારવાનો નિર્દેશ આપ્યો છે. સુરતમાં ઉમેદવારી પત્રની તપાસ દરમિયાન ભાજપ તરફથી કોંગ્રેસના ત્રણ પ્રસ્તાવકોના હસ્તાક્ષર નકલી હોવાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પહેલા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના પ્રસ્તાવક ગાયબ થઈ ગયા હતા અને ઉમેદવારી રદ્દ થયા બાદ નિલેશ કુંભાણી પણ નોટ રીચેબલ થઈ ગયા હતા. 


આ પણ વાંચોઃ અમદાવાદ પૂર્વ બેઠક પર સૌથી વધુ 18, બારડોલીમાં સૌથી ઓછા 3, જાણો સીટ પ્રમાણે ઉમેદવાર


આઠ ઉમેદવારોએ નામ પરત લીધા
આ વચ્ચે 22 એપ્રિલે મેદાનમાં બાકી રહેલા આઠ અન્ય ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. પ્યારેલાલ ભારતીએ ઉમેદવારી પત્ર પરત લેતા મેદાનમાં માત્ર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બાકી હતા. જેને સુરત ચૂંટણી અધિકારી/કલેક્ટર સૌરભ પારગીએ વિજેતા જાહેર કરતા પ્રમાણપત્ર આપી દીધું છે. કોંગ્રેસ સુરત મામલાને હવે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવાનો વિચાર કરી રહી છે.


કોંગ્રેસે કર્યો પ્રહાર
કોંગ્રેસે પોતાના નિવેદનમાં કહ્યું કે સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ સુરત લોકસભાથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ્દ કરી દીધી છે. કારણ ત્રણ પ્રસ્તાવકોના હસ્તાક્ષરની સત્યાપનમાં ખામી જણાવવામાં આવી છે. આ આધાર ડમી ઉમેદવાર સુરેશ પડસાલાની ઉમેદવારી રદ્દ કરવામાં પણ રાખવામાં આવ્યો છે. કોંગ્રેસે સવાલ ઉઠાવતા કહ્યું કે 7 મે 2024 મતદાનના બે સપ્તાહ પહેલા 22 એપ્રિલ 2024ના સુરત લોકસભા સીટથી ભાજપના ઉમેદવારને બિનહરીફ જીત અપાવી દેવામાં આવી છે.


આ પણ વાંચોઃ રૂપાલા તો બચી ગયા ભાજપને ટેન્શન : ક્ષત્રિયોના ડરથી આ 2 નેતાઓના સૌરાષ્ટ્રમાં ધામા


કુંભાણી પર પણ ઉઠ્યા સવાલ
ગુજરાતની સુરત સીટ પર ભાજપની જીત બાદ હવે રાજ્યની બાકી 25 સીટો માટે સાત મેએ મતદાન થશે. રાજ્યમાં ભાજપ આ જીતનો જોરશોરથી પ્રચાર કરશે તો કોંગ્રેસ પાર્ટી આ મુદ્દા પર વિક્ટિમ કાર્ડ રમી શકે છે. કોંગ્રેસ પાર્ટી એક તરફ આ મામલાને લઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે તો બીજીતરફ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી પર સવાલ ઉઠી રહ્યાં છે. ઉમેદવારી રદ્દ થવા એટલે કે 21 એપ્રિલે બપોરથી તે પાર્ટી નેતાઓના સંપર્કમાં નથી. નિલેશ કુંભાણીએ આ મુદ્દા પર આવીને પોતાની વાત સ્પષ્ટ રીતે મીડિયા સમક્ષ રાખી નથી. 


શું છે કોંગ્રેસની દલીલ?
કોંગ્રેસની દલીલ છે કે ઉમેદવારી પત્રને ખોટી રીતે રદ્દ કરવામાં આવ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે કાયદાની જોગવાઈ અનુસાર જો ઉમેદવારના ઉમેદવારી પત્રમાં જો પ્રસ્તાવકના હસ્તાક્ષર નથી તો આ સ્થિતિમાં ફોર્મ રદ્દ થઈ શકે છે, પરંતુ જો પ્રસ્તાવક ઇનકાર કરી દે કે આ મારા હસ્તાક્ષર રદ્દ કરે તો ફોર્મ રદ્દ કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. કોંગ્રેસનો બીજો તર્ક છે કે ફોર્મ પર સમર્થકના હસ્તાક્ષર અને શપથ પત્ર પર હસ્તાક્ષર મારા નથી, બંનેને ફોરેન્સિક લેબમાં મોકલવાની જરૂર હતી. જો આ હસ્તાક્ષર એક જેવા છે તો ફોર્મ રદ્દ કરી શકાય નહીં. કોંગ્રેસના નેતાઓનું તે પણ કહેવું છે કે જે રીતે સુરતમાં આ બધું થયું તે શંકાના દાયરામાં છે.