Lok Sabha Election: ગુજરાતની આ એ બેઠક છે જે દર વખતે ખોબલે ખોબલે મત આપીને ભાજપને જીતનો સ્વાદ ચખાડે છે. અહીંથી ભાજપના બંને ટોચના નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને પછી અટલ બિહારી વાજપેયી ચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા હતા. 1996માં ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયી જીત્યા પરંતુ જ્યારે તેમણે આ સીટ  ખાલી કરી તો કોંગ્રેસે મોટો દાવ રમ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત એ ભાજપનો મજબૂત ગઢ ગણાય છે. એમાં પણ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં તો ભાજપે રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું. રાજ્યમાં લોકસભાની કેટલીક એવી બેઠકો છે જ્યાં દર્શકો દર વખતે ખોબલે ખોબલે ભાજપને મત આપીને વિજયી બનાવે છે. આવી જ એક સીટ છે ગાંધીનગર. હાલમાં યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહ અહીંથી સાંસદ છે. કોંગ્રેસે આ બેઠક માટે  દર વખતે એડી ચોટીનું જોર લગાવ્યું પણ હજુ સફળતા મળી નથી. ગાંધીનગર લોકસભા સીટ સાથે એક રોમાંચક કિસ્સો પણ જોડાયેલોછે. અહીંથી ભાજપના બંને ટોચના નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને પછી અટલ બિહારી વાજપેયી ચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા હતા. 1996માં ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયી જીત્યા પરંતુ જ્યારે તેમણે આ સીટ  ખાલી કરી તો કોંગ્રેસે મોટો દાવ રમ્યો અને બોલીવુડના એક સમયના સુપરસ્ટાર કાકા એટલે કે રાજેશ ખન્નાને ચૂંટણીના મેદાનમાં ઉતારીને બધાને ચોંકાવ્યા હતા. 


1996ની ચૂંટણીમાં ભાજપે ગાંધીનગર બેઠક 188,872 મતોથી જીત મેળવીને જીતી હતી. કોંગ્રેસ આ બેઠક પર ભાજપને પછાડવા માંગતી હતી પરંતુ તે સમયે કોઈ કદાવર નેતા દેખાતા નહતા જે ભગવામય બનેલી આ સીટ પર ભાજપને આકરી ટક્કર આપી શકે. આવામાં બોલીવુડ અભિનેતા રાજેશ ખન્ના કોંગ્રેસની પહેલી ચોઈસ હતા કારણ કે લોકોમાં તેમની લોકપ્રિયતા યથાવત હતી અને તેઓ સંબંધમાં પણ ગુજરાતના જમાઈ હતા, ડિમ્પલ કાપડિયા સાથે લગ્નના કારણે ગુજરાત સાથે તેમનો એક અલગ જ સંબંધ મનાતો હતો. તે સમયે ભાજપે 36 વર્ષના વિજય પટેલને ટિકિટ આપી હતી. કોંગ્રેસને ત્યારે એવું પણ લાગ્યું હતું કે પરિણામ હવે તો ચોંકાવનારું આવી શકે છે. 


કાકા સામે નવો ચહેરો
બોલીવુડના સુપરસ્ટાર રહી ચૂકેલા કાકાને મેદાનમાં ઉતારવાથી લોકસભાની આ ચૂંટણી રસપ્રદ બની હતી. ભાજપ સામે પડકાર એ હતો કે હવે અટલ બિહારી બાજપેયીની જગ્યાએ કોને તક આપે. પાર્ટીએ ભારે મંથન કર્યા બાદ ગુજરાતના દિગ્ગજ રહી ચૂકેલા હરીશચંદ્ર પટેલના પુત્ર વિજય પટેલને મેદાનમાં ઉતાર્યા. આ ચૂંટણી રસાકસી ભરી હતી કારણ કે ભાજપને પોતાના મતબેંક પર ભરોસો હતો અને કોંગ્રેસને રાજેશ ખન્નાની લોકપ્રિયતાનો જાદુ ચાલે તેવી આશા હતી. બાજપેયીના સીટ ખાલી કર્યા બાદ થયલી પેટાચૂંટણી ખુબ મહત્વની બની ગઈ હતી. 


આવ્યું પરિણામ
ત્યારબાદ જે પરિણામ આવ્યું તે કોંગ્રેસ માટે ઝટકા સમાન હતું. કારણ કે 36 વર્ષના વિજય પટેલે બોલીવુડના સુપરસ્ટારને હરાવી દીધા. રાજેશ ખન્નાને 197,425 હતા જેણે કોંગ્રેસના વોટશેરમાં 12.54 ટકાનો વધારો કર્યો. જો કે એક વાત એ પણ હતી કે આ ચૂંટણી બાદ કોંગ્રેસ 2019 ની ચૂંટણી થઈ ત્યાં સુધીમાં આટલા ટકા મત આ બેઠક પર બેળવી શકી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube