દાહોદ લોકસભા ચૂંટણી 2019 પરિણામ: આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારમાં ભગવો લહેરાયો
ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે અને તે આ વખતે પણ ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. લોકસભાની 26 બેઠકોમાંથી તમામ બેઠકો ભાજપના ફાળે જતી જોવા મળી રહી છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી દાહોદ લોકસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં 3 વાર ભાજપને જીત મળી છે. છેલ્લા એક દાયકાથી મજબુત બનેલી સ્થિતિ હવે વધુ મજબુત બની રહી છે. જસવંતસિંહ ભાભોર હાલ બહુમતી ધરાવી રહ્યાં છે.
અમદાવાદ: ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે અને તે આ વખતે પણ ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. લોકસભાની 26 બેઠકોમાંથી તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ છે. દાહોદની બેઠક પર ભાજપના જસવંતસિંહ ભાભોરે કોંગ્રેસના બાબુભાઈ કટારા ને 127596 મતોથી હરાવ્યાં. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી દાહોદ લોકસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં 3 વાર ભાજપને જીત મળી છે. છેલ્લા એક દાયકાથી મજબુત બનેલી સ્થિતિ હવે વધુ મજબુત બની રહી છે.
છોટા ઉદેપુર લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ભાજપનો જુગાડ સફળ રહ્યો
જુઓ LIVE TV