છોટા ઉદેપુર લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ભાજપનો જુગાડ સફળ રહ્યો
ગીતાબેન રાઠવા પોતાના નિવાસ સ્થાન કવાંટ તાલુકાની સૈડીવાસન બેઠક ઉપર 1996થી પાંચ વખત સતત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લો વડોદરામાં સમાવિષ્ટ હતો. ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
Trending Photos
અમદાવાદ: સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ છે. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર ભગવો લહેરાયો છે. એસ ટી માટે અનામત એવી છોટા ઉદેપુર બેઠક ઉપર ભાજપે પહેલીવાર મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાને તક આપી. ચાલુ સાંસદ રામસિંહ રાઠવાની ટીકીટ કાપી છોટાઉદેપુર બેઠક ઉપર પ્રથમ વાર મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાં. જે સફળ નિવડ્યું. ગીતાબેન રાઠવાએ તેમના હરિફ ઉમેદવાર કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાને 3,77,943 મતોથી હરાવ્યાં છે.
આ બાજુ કોંગ્રેસે રણજીત સિંહ રાઠવાને તક આપી હતી. ગીતાબેન રાઠવા પોતાના નિવાસ સ્થાન કવાંટ તાલુકાની સૈડીવાસન બેઠક ઉપર 1996થી પાંચ વખત સતત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લો વડોદરામાં સમાવિષ્ટ હતો. ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. ગીતાબેન રાઠવાને 764445 મતો અને રણજીતસિંહ રાઠવાને 386502 મતો મળ્યા છે.
જુઓ LIVE TV
અત્યાર સુધી છોટાઉદેપુર બેઠક ઉપર ખેલાતો રાઠવા સામે રાઠવા નો જંગ ફરી એક વાર યથાવત રહ્યો છે, જોકે બંને પક્ષે આ વખતે મોહરા બદલાઈ ગયાં છે. જિલ્લા પંચાયત બાદ સીધા લોકસભાના મેદાનમાં ઉતારેલા ગીતાબેનની સીધી ટક્કર કોંગ્રેસના રણજીતસિંહ રાઠવા સાથે છે. ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરતાં ગીતાબેન રાઠવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જુઓ વિગતવાર પરિણામ
Gujarat-Chhota Udaipur | ||||||||
Results | ||||||||
O.S.N. | Candidate | Party | EVM Votes | Postal Votes | Total Votes | % of Votes | ||
1 | RATHVA GITABEN VAJESINGBHAI | Bharatiya Janata Party | 761472 | 2973 | 764445 | 62.03 | ||
2 | RATHVA FURKANBHAI BALAJIBHAI | Bahujan Samaj Party | 14948 | 16 | 14964 | 1.21 | ||
3 | RATHAVA RANJITSINH MOHANSINH | Indian National Congress | 384059 | 2443 | 386502 | 31.36 | ||
4 | VASAVA RAJESH SOMABHAI | Bhartiya Tribal Party | 10519 | 113 | 10632 | 0.86 | ||
5 | UMESH JANGUBHAI RATHAWA | Independent | 3699 | 11 | 3710 | 0.3 | ||
6 | PRAVINBHAI DHURSINGBHAI RATHVA | Independent | 3664 | 5 | 3669 | 0.3 | ||
7 | RATHVA BHAVSINGBHAI NAMARSINGBHAI | Independent | 6884 | 3 | 6887 | 0.56 | ||
8 | RATHVA MAGANBHAI CHATHIYABHAI | Independent | 8781 | 1 | 8782 | 0.71 | ||
9 | NOTA | None of the Above | 32816 | 52 | 32868 | 2.67 | ||
Total | 1226842 | 5617 | 1232459 | |||||
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે