Lok Sabha Election Result 2024: લોકસભાની ચૂંટણીના પરિણામોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતી ટ્રેન્ડ વધારી રહ્યો છે રાજનેતાઓના ધબકારા. ગુજરાતમાં કુલ 26 માંથી ગુજરાતની સુરતની બેઠક ભાજપ બિનહરીફ રહ્યું છે. જ્યારે બાકીની 25 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. જેમાં હાલ ગુજરાતની 25 બેઠકો પૈકી 6 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ઘણાં લગભગ બે ટર્મ બાદ આવી સ્થિતિ ઉભી થઈ છે જેમાં કોંગ્રેસ આટલી મજબૂતાઈથી આગળ વધી રહી હોય. આ આંકડાઓ અને શરૂઆતી વલણ ભાજપના નેતાઓની ઊંઘ ઉડાડી રહ્યું છે. હાલ ભારે રસાકસી જોવા મળી રહી છે. કઈ કઈ બેઠકો પર કોંગ્રેસ આગળ છે એ પણ જોઈએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આ વખતે માહોલ બદલાયો છે. પહેલાં અને બીજા રાઉન્ડમાં કોંગ્રેસ કેટલીક સીટો પર આગળ ચાલી રહી છે. આ સ્થિતિ હાલ પરિસ્થિતિમાં પરિવર્તનનો ઈશારો કરી રહી છે. જો આજ પ્રકારનું વલણ રહ્યું તો ગુજરાતમાં ભાજપના ભારે લપડાક પડી શકે છે. એટલું જ નહીં ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. છતાં જો આવી સ્થિતિ હોય તો તમે દેશમાં કેવો ટ્રેન્ડ રહેશે તેનો પણ અંદાજ લગાવી શકો છો. એજ કારણ છેકે, શરૂઆતી ટ્રેન્ડમાં જ સેન્સેક્ટ લગભગ 2200 પોઈન્ટ તૂટી ગયો છે. આટલો મોટો કડાકાએ રોકાણકારોના છાતીના પાટિયા બેસાડી દીધાં છે. શરૂઆતી ટ્રેન્ડમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ આગળ ચાલી રહી છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ આ વખતે આગળ દેખાઈ રહી છે. 


શરૂઆતી ટ્રેન્ડમાં સૌથી મોટો ધડાકો, ગુજરાતની 6 બેઠકો પર કોંગ્રેસ જીત તરફ આગળઃ


ગુજરાતની આ 6 બેઠકો પર કોંગ્રેસ આગળઃ
બનાસકાંઠા        ગેનીબેન ઠાકોર    આગળ
સાબરકાંઠા        તુષાર ચૌધરી        આગળ
આણંદ        અમિત ચાવડા        આગળ
જામનગર        જેં.પી.મારવિયા    આગળ
પાટણ        ચંદનજી ઠાકોર        આગળ
જૂનાગઢ        હીરા જોટવા        આગળ


ગુજરાતમાં એક તરફ કોંગ્રેસ કહી રહ્યું છેકે, હમ ભી હૈ જૌશ મેં! કરી રહ્યું છે 5 થી 7 સીટો જીતવાનો દાવો. બીજી તરફ ગુજરાત ભાજપ કોંગ્રેસના સુપડાસાફ કરવાની વાત કરી રહ્યું છે. ગુજરાતમાં તમામ સીટો પર પાટીલના 5 લાખથી વધુની લીડનો ટાર્ગેટ પૂરો કરવાનો દાવો છે. હાલ શરૂઆતી વલણ ચાલી રહ્યાં છે. જોકે, આ ચૂંટણી પરિણામનો ટ્રેન્ડ સતત બદલાઈ રહ્યો છે. શરૂઆતી રાઉન્ડમાં કોંગ્રસ આગળ દેખાઈ બાદમાં ભાજપ ફરી હવે ધીરે ધીરે સરસાઈ કવર કરતી જોવા મળી રહગી છે. આખુ ચિત્ર પરિણામ બાદ સ્પષ્ટ થશે.