અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ડેપ્યૂટી મુખ્યમંત્રી નીતિન પટેલ અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના ચૂંટણી લડવા અંગે મહત્વપૂર્ણ મોટું નિવેદન કર્યું છે. મહેસાણાની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા અંગે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળો પર અંત લાવતાં તેમણે કહ્યું કે, નીતિનભાઇને આ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાનો કોઇ સવાલ જ નથી. તેઓ ચૂંટણી નહીં લડે. આ ઉપરાંત હાર્દિક પટેલ અંગે તેમણે કહ્યું કે, કોર્ટે હાર્દિકને મોટી રાહત આપી છે કે તે ચૂંટણી નહીં લડી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ સમારથી અપડેટ રહો, જુઓ LIVE TV


અમિત શાહની રેલી લાઇવ, જોવા કરો ક્લિક
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે, ત્યારે તેઓ અમદાવાદમાં 4 કિમી લાંબી રેલી કાઢશે અને ત્યાર બાદ ગાંધીનગર ઉમેદવારી પત્રક ભરવા માટે જશે. અમિત શાહની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના ભાજપના ટોચના નેતાઓ પણ હાજર રહેશે. અમિત શાહ અમદાવાદના નારણપુરામાં આવેલા સરદાર પટેલના બાવલાથી રોડ શોની શરૂઆત કરશે.


એરપોર્ટ પર આવેલા રામવિલાસ પાસવાને કહ્યું કે, મોદીજીને વડાપ્રધાન બનાવવા માટે અમિત શાહને જંગી વોટથી જીતાડો. દેશ હવે સ્પેસમાં પણ દુશ્મનોને પરાસ્ત કરી રહ્યું છે. તેમણે કોંગ્રેસના ખેડૂતોની પરિસ્થિતિના આરોપ પર કહ્યું કે, શું પાંચ વર્ષથી જ ખેડૂતો પરેશાન છે. એના પહેલા 50 વર્ષમાં કંઈ થયું જ નથી. એરપોર્ટ પર નીતિન ગડકરીએ કહ્યું કે, આ વખતે એનડીએએને બહુમત મળશે. તો મોદીજી જ વડાપ્રધાન બનશે