અમદાવાદ: દાદરાનગર હવેલીના અપક્ષ ઉમેદવાર મોહન ડેલકરનો ભવ્ય વિજય થયો છે. ભાજપના નટુ પટેલની હેટ્રિક પર રોક લગાવીને મોહન ડેલકર જીત મેળવી છે. કોંગ્રેસમાંથી નારાજ થયેલા દિગ્ગજ નેતા મોહન ડેલકરે અપક્ષ ચૂંટણી લડ્યા અને પરિણામમાં તેઓ વિજયી પણ થયા છે. કોંગ્રેસ દ્વારા મોહન ડેલકરને મનાવવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છતા પણ તેઓ માન્ય નહિ અને અંતે ડેલકર અપક્ષ ઉમેદવારી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના નેતા હોવા છતા મોદીની સભામાં હાજરી આપી હતી
પ્રધાનમંત્રી મોદી દાદરાનગર આવ્યા ત્યારે વિપક્ષમાં હોવા છતા મોહન ડેલકર તેમની સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતાં અને પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારથી તેમની નારાજગી અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તો બીજી તરફ રાહુલ ગાંધીની લાલડુંગરી ખાતેની સભામાં મોહન ડેલકર ગેરહાજર જોવા મળ્યા હતાં.


જામનગર લોકસભા પરિણામ : પૂનમ માડમનો દબદબો વધ્યો, ગત ચૂંટણી કરતા લીડ પણ વધી



દાદરાનગર હવેલીમાં ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચા સમિતિના સચિવ પદેથી અંકિતા પટેલે રાજીનામું આપ્યું હતું અને તેઓ હવે કોંગ્રેસ પાસે ટિકીટની આશા વ્યક્ત કરી હતી. ભાજપે નટુ પટેલને ટિકીટ આપતા નારાજ મહિલા નેતાએ રાજીનામુ આપ્યું હતું. અંકિતા પટેલ દાદરા નગર હવેલીમાં જાણીતું નામ છે. તેઓ ફેમસ સામાજિક કાર્યકર્તા પણ છે.