જામનગર લોકસભા પરિણામ : પૂનમ માડમનો દબદબો વધ્યો, ગત ચૂંટણી કરતા લીડ પણ વધી

જામનગરમાં લોકસભા બેઠક પર ગત વખતે ભાજપે કબજો મેળવ્યા બાદ ફરીથી આ વખતે પણ ભાજપ દ્વારા લોકસભા બેઠક પર જામનગરના મહિલા સાંસદ પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા હતા. ત્યારે પૂનમ માડમ આ વખતે પણ જંગી લીડથી જામનગરની બેઠક પર કબજો જમાવ્યો છે.

જામનગર લોકસભા પરિણામ : પૂનમ માડમનો દબદબો વધ્યો, ગત ચૂંટણી કરતા લીડ પણ વધી

દિપ્તી સાવંત/અમદાવાદ :જામનગરમાં લોકસભા બેઠક પર ગત વખતે ભાજપે કબજો મેળવ્યા બાદ ફરીથી આ વખતે પણ ભાજપ દ્વારા લોકસભા બેઠક પર જામનગરના મહિલા સાંસદ પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા હતા. ત્યારે પૂનમ માડમ આ વખતે પણ જંગી લીડથી જામનગરની બેઠક પર કબજો જમાવ્યો છે. જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુનમબેન માડમ 1.50 લાખથી પણ વધુ લીડથી આગળ ચાલી રહ્યા છે. હાલના આંકડા મુજબ, પૂનમ માડમ 586357 મતથી આગળ ચાલી રહ્યા છે. તો સામે કોંગ્રેસના ઉમેદવાર મૂળુભાઈ કંડોરીયા 352676 મતોથી પાછળ છે.

જામનગરની લોકસભા બેઠક પર 1962થી 2014 સુધીમાં 8 વખત કોંગ્રેસ, 6 વખત ભાજપ અને બે વખત અન્ય પાર્ટીનો વિજય થયો છે. આ બેઠક પર ક્યારેય પણ એક પક્ષનો દબદબો રહ્યો નથી અને અહીં કાયમ પરિવર્તન જોવા મળ્યું છે. આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા હતા. તેમની સામે કોંગ્રેસ દ્વારા મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપવામાં આવી હતી. આમ, આ બેઠક પર એક જ જ્ઞાતિ (આહિર)ના બે ઉમેદવારો વચ્ચે સીધો જંગ હતો. જેમાં ફરી એકવાર પૂનમ માડમ ફાવી ગયા છે. પૂનમ માડમના આ સીટ પર જીતવા પાછળ અનેક સમીકરણો છે. તેઓ આહિર સમાજના અગ્રણી પૂર્વ ધારાસભ્ય હેમંતભાઈ માડમના સુપુત્રી છે. તો સાંસદ તરીકે તેમને આ બીજી ટર્મ માટે ટિકિટ આપવામાં આવી હતી. આહિર સમાજના દરેક કાર્યક્રમોમાં હાજરી આપીને સક્રિયતા દર્શાવે છે. મોટાભાગના જાહેર કાર્યક્રમોમાં ભાગ લઈને સક્રિય મહિલા નેતાની છાપ ધરાવે છે. ગત 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિક્રમ માડમને બે લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. શહેરી વિસ્તારોમાં શિક્ષિત ઉમેદવાર તરીકેની ઓળખ ધરાવે છે. ત્યારે આ વખતે પણ કોંગ્રસના ઉમેદવાર મૂળુભાઈ કંડોરીયાની જીત મુશ્કેલ હતી. 

O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes
1 KANDORIYA MULUBHAI RANMALBHAI Indian National Congress 352676 0 352676 35.16
2 POONAMBEN HEMATBHAI MAADAM Bharatiya Janata Party 586357 0 586357 58.46
3 SUNIL JETHALAL VAGHELA Bahujan Samaj Party 8596 0 8596 0.86
4 ALIMAMAD ISHAKBHAI PALANI Independent 855 0 855 0.09
5 ASHOK CHAVDA Independent 571 0 571 0.06
6 AAMIN MAMADBHAI SAFIYA Independent 474 0 474 0.05
7 AMANDBHAI PATEL Independent 410 0 410 0.04
8 KACHCHHI DAUD NATHA SUMARA Independent 918 0 918 0.09
9 RABARI KARSHANBHAI JESHABHAI Independent 1417 0 1417 0.14
10 CHAVDA SHAMJI BABUBHAI Independent 759 0 759 0.08
11 CHAUHAN DHIRAJ KANTILAL Independent 768 0 768 0.08
12 JAHID AAVAD JAMI Independent 1244 0 1244 0.12
13 DONGA JAYANTILAL ARJANBHAI Independent 2480 0 2480 0.25
14 NAKUM NARMADABEN KHODALAL Independent 2101 0 2101 0.21
15 DALVADI NAKUM RASIK LALJI Independent 10020 0 10020 1
16 POPATPUTRA RAFIK ABUBAKAR Independent 8210 0 8210 0.82
17 BATHVAR NANJI AMARSHI Independent 5241 0 5241 0.52
18 BAXI MRUDUL ASHWINKUMAR Independent 3100 0 3100 0.31
19 BHARAT RAMJIBHAI DAGARA Independent 920 0 920 0.09
20 BHARKHANI KARABHAI JIVABHAI Independent 1446 0 1446 0.14
21 BHAVNABA JADEJA Independent 778 0 778 0.08
22 BHANDERI AMARSHIBHAI CHHAGANBHAI Independent 395 0 395 0.04
23 MAKRANI AJAZAHMED Independent 475 0 475 0.05
24 VALABHBHAI CHANABHAI SOJITRA (V. C. PATEL) Independent 528 0 528 0.05
25 SAMA YUSUF Independent 647 0 647 0.06
26 SAHDEVSINH DILIPSINH CHUDASAMA Independent 1236 0 1236 0.12
27 SAPARIYA VIJAYKUMAR MANSUKHBHAI Independent 770 0 770 0.08
28 SUMBHANIA AAMIN ABASBHAI Independent 1939 0 1939 0.19
29 NOTA None of the Above 7641 0 7641 0.76
  Total   1002972 0 1002972

 

ગુજરાત લોકસભાની ચૂંટણીના લેટેસ્ટ અપડેટ્સ માટે જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news