અમદાવાદ: ગુજરાત લોકસભા ચૂંઠણીને લઇને ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીઓ દ્વારા એક પછી એક ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગયા બાદ ગુજરાત લોકસભાની 26 બેઠકો પર આગામી 23 એપ્રિલથી મતદાન યોજાશે. ત્યારે ગુજરાત લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 4 બેઠકોની પેટા ચૂંટણી માટે આગે ગુરૂવારે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: જાણો શું છે ઐતિહાસિક સાબરકાંઠા બેઠક પરનું ચૂંટણી ગણિત


રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, મંજૂરી વગર ઉમેદવારી ફોર્મ ભરવા આવી શકશે નહીં. જિલ્લા તંત્ર પાસેથી આ અંગે મંજૂરી લેવાની રહેશે. ઉમેદવારી ભરવા માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીએ કચેરીમાં ઉમેદવાર સહિત વધુમાં વધુ પાંચ વ્યક્તિઓથી વધારે લોકો પ્રવેશ કરી શકશે નહીં. ઉમેદવારી ફોર્મ ભરવાના સમયે ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટરના એરીયામાં ઉમેદવાર સહિત તેના ટેકેદારોના વધુમાં વધુ ત્રણ વાહનો પાર્ક કરવા દેવામાં આવશે.


લોકસભા ચૂંટણીના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો...


મુખ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બધી સૂચનાઓનું પાલન નિશ્ચિત કરવા માટે નાયબ પોલીસ અધિકારીથી નીચેના હોય તેની કક્ષાના પોલીસ અધિકારીઓને નોડલ અધિકારીઓ તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે અને જાહરે રજાના દિવસ સિવાયના દિવસોમાં ફોર્મ ભરી શકાશે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...