ગાંધીનગર:  ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર બેઠકથી ઉમેદવારી ફોર્મ ભરવાના છે. પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહેલા અમિત શાહ ઉમેદવારી નોંધાવતા પહેલા અમદાવાદમાં 4 કિમી લાંબો રોડશો કરવાના છે. એટલું જ નહીં આ દ્વારા એનડીએ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. આજ કારણે રોડ શોમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ ભાગ લેવાના છે. હાલ તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. આ ઉપરાંત પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત અનેક મોટા નેતાઓ હાજર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં અમિત શાહનું શક્તિ પ્રદર્શન શરૂ, 4 કિલોમીટર લાંબો રોડ શો બાદ ઉમેદવારી ફોર્મ ભરશે


ગુજરાતના ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે ઠાકરે અને  બાદલ ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને નીતિન ગડકરી  પણ શાહના રોડશોમાં હાજર રહેશે. ચાર કિમી લાંબો આ રોડશો નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલ પ્રતિમાથી શરૂ થશે અને ઘાટલોડિયા વિસ્તારમાં પાટીદાર ચોક પર ખતમ થશે. વાઘાણીએ કહ્યું કે અમિત શાહ અમારા બે કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએ નેતાઓ પ્રકાશ સિંહ બાદલ અને ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં સરકાર પટેલની પ્રતિમાથી પોતાનો રોડ શો શરૂ કરશે અને તે અગાઉ લોકોને સંબોધિત પણ કરશે. 


ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર
ગુજરાતની ગાંધીનગર બેઠક માટે ઉમેદવાર તરીકે અમિત શાહની પસંદગી થઈ છે. આ બેઠક પરથી ભાજપના લાલકૃષ્ણ આડવાણી સતત ચૂંટાઈ આવતા હતાં. ગુજરતાની તમામ બેઠકો માટે 23 એપ્રિલના રોજ મતદાન છે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે. 


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...