Gujarat Loksabha Election History: હાલ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કુલ 59.51 ટકા સરેરાશ મતદાન થયું હોવાનું બતાવે છે. જે ચૂંટણીના દિવસે સામે આવેલો આંકડો છે. છ વાગ્યા બાદ મતદાન મથકોનો ગેટ બહારથી બંધ કરી દેવામાં આવતા હોય છે. જોકે, મતદાન પરિસરમાં હાજર જેટલાં મતદારો હોય તેમનું મતદાન ફરજિયાત પુરુ કરવામાં આવે છે એના માટે કોઈ ટાઈમ લીમીટ હોતી નથી. આવી સ્થિતિમાં છેલ્લી ઘડીના મતદાનના આંકડાઓ આવવાના હજુ પણ બાકી છે. ચૂંટણીપંચ આગામી દિવસોમાં એની ગણતરી કરીને એ આંકડા આપશે. એ મુજબ હજુ પણ ગુજરાતના કુલ મતદાનના આંકડામાં હજુ પણ અંદાજે 3 ટકા જેટલો વધારો થઈ શકે છે. સવાલ એ થાય છેકે, શું આ મતદાનને ઓછું ગણવું કે વધારે ગણવું અને આનો ફાયદો કોને થશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપનો 400 પારનો ટાર્ગેટ અને 43 ડિગ્રી પાર ગરમીમાં ગુજરાતી મતદારોએ બતાવ્યો મિજાજઃ
ભાજપ માટે અબકી પાર 400 પાર સાથેની ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ભાજપ માટે ઐતિહાસિક બની છે. ગુજરાતની 26 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. પરંતુ મતદાન પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીનું કમળ એક બેઠક પર ખીલી ગયું છે. સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થતાં અને અન્ય બાકીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતાં સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજયી જાહેર કરાયા છે. બાકીની 25 બેઠકો પર 7 મે ના રોજ લગભગ 43 ડિગ્રી ગરમીમાં ગુજરાતના મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો.


ક્યાં સૌથી ઓછું અને ક્યાં સૌથી વધુ મતદાન થયું?
ગુજરાતની 25 લોકસભા બેઠક પર ચાર કેન્દ્રીય મંત્રી સહિત 266 ઉમેદવારનું ભાવિ EVMમાં કેદ થયા. ગુજરાતમાં મતદાનની વાત કરીએ તો વલસાડમાં સૌથી વધુ 72.24 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે અમરેલી બેઠક પર સૌથી ઓછું 49.44 ટકા મતદાન થયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું. ગુજરાતની કુલ 25 બેઠકો પર અને વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ. આંતરિક રીતે એની અસર પણ લોકસભાની ચૂંટણી પર ચોક્કસ જોવા મળી.


ગુજરાતની કઈ-કઈ બેઠકો પર મતદાન થયું?
ગુજરાતની કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી અને વલસાડ બેઠક પર મતદાન યોજાયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સુરત લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીતી ચૂક્યા છે.


ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ઉમેદવાર:
ક્રમ    બેઠક    ભાજપ ઉમેદવાર    કોંગ્રેસ ઉમેદવાર / આપ
1    કચ્છ    વિનોદ ચાવડા    નીતિશ લાલન
2    બનાસકાંઠા    રેખાબેન ચૌધરી    ગેનીબેન ઠાકોર
3    પાટણ    ભરતસિંહજી ડાભી    ચંદનજી ઠાકોર
4    મહેસાણા    હરિભાઇ પટેલ    રામજી ઠાકોર
5    સાબરકાંઠા    શોભનાબેન બારૈયા    તુષાર ચૌધરી
6    ગાંધીનગર    અમિત શાહ    સોનલ પટેલ
7    અમદાવાદ પૂર્વ    હસમુખ પટેલ    હિંમતસિંહ પટેલ
8    અમદાવાદ પશ્વિમ    દિનેશ મકવાણા    ભરત મકવાણા
9    સુરેન્દ્રનગર    ચંદુભાઇ શિહોરા    ઋત્વિક મકવાણા
10    રાજકોટ    પરષોત્તમ રુપાલા    પરેશ ધાનાણી
11    પોરબંદર    મનસુખ માંડવિયા    લલિત વસોયા
12    જામનગર    પૂનમ માડમ    જે પી મારવિયા
13    જૂનાગઢ    રાજેશ ચૂડાસમા    હીરાભાઇ જોટવા
14    અમરેલી    ભરતભાઇ સુતરિયા    જેનીબેન ઠુમ્મર
15    ભાવનગર    નિમુ બાંભણિયા    ઉમેશભાઇ મકવાણા (આપ)
16    આણંદ    મિતેશ પટેલ    અમિત ચાવડા
17    ખેડા    દેવુસિંહ ચૌહાણ    કાલુસિંહ ડાભી
18    પંચમહાલ    રાજપાલસિંહ જાદવ    ગુલાબસિંહ ચૌહાણ
19    દાહોદ    જશવંતસિંહ ભાભોર    પ્રભાબેન તાવીયાડ
20    વડોદરા    હેમાંગ જોશી    જશપાલસિંહ પઢિયાર
21    છોટા ઉદેપુર    જશુભાઇ રાઠવા    સુખરામભાઇ રાઠવા
22    ભરુચ    મનસુખભાઇ વસાવા    ચૈતર વસાવા (આપ)
23    બારડોલી    પરભુભાઇ વસાવા    સિદ્ધાર્થ ચૌધરી
24    સુરત    મકેશ દલાલ ( બિનહરીફ જીત)    
25    નવસારી    સી આર પાટીલ    નૈષધ દેસાઇ
26    વલસાડ    ધવલ પટેલ    અનંત પટેલ


છેલ્લી પાંચ લોકસભા ચૂંટણીઓનું મતદાનઃ
વર્ષ     મતદાનની ટકાવારી
1999    47.03 ટકા
2004    45.16 ટકા
2009    47.89 ટકા
2014    63.66 ટકા
2019    64.51 ટકા
-
ગુજરાતમાં છેલ્લી પાંચ લોકસભા ચૂંટણીઓના પરિણામોઃ
વર્ષ    કુલ બેઠકો    કોંગ્રેસ    ભાજપ
1999    26    06    20    
2004    26    12    14    
2009    26    11    15    
2014    26    00    26    
2019    26    00    26


ગુજરાતમાં છેલ્લી 5 લોકસભા ચૂંટણીઓના મતદાનની ટકાવારીનું વિશેષણઃ


1999માં ગુજરાતના મતદારોની નિરાશા કોંગ્રેસ માટે આશા બનીઃ
લોકસભા ચૂંટણીમાં વર્ષ 1999માં 47.03 ટકા મતદાન થયું હતું. એ સમયે મતદાનનો આંકડો ખુબ ઓછો હતો, લોકોમાં સાવ નિરાશા હતી અને મતદારોની એજ નિરાશા કોંગ્રેસ માટે આશાનું કિરણ બની હતી અને તેમને ગુજરાતમાં કુલ 26માંથી 6 બેઠકો મળી હતી. 


2004માં ફરી કોંગ્રેસને ફળ્યો મતદાનનો નીચે આંકડોઃ
ત્યાર બાદ વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં અગાઉ કરતા પણ મતદાનનો આંકડો ફરી નીચે ગયો. ત્યારે મતદાનની ટકાવારી ગુજરાતમાં માત્ર 45.16 ટકા રહી હતી. આ વખતે અગાઉની ટર્મ કરતા બે ટકા ઓછું મતદાન ગુજરાતમાં કોંગ્રેસને બમણો ફાયદો કરાવી ગયું હતું. ત્યારે કોંગ્રેસે 1999 કરતા ડબલ એટલેકે, કુલ 12 સીટો પોતાના કબજે કરી હતી. 


2009માં ફરી એકવાર કોંગ્રેસ માટે આશીર્વાદ બન્યું ઓછું મતદાનઃ
પછી આવ્યું વર્ષ 2009 અને ફરી એકવાર ઓછું મતદાન થયું અને મતદાનનો આંકડો 50 ટકા કરતા પણ નીચો રહ્યો. આ વખતે મતદાનનો આંકડો 47.89 ટકા હતો. જેને કારણે 2009ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કુલ 26માંથી કોંગ્રેસને 11 બેઠકો મળી. જોકે, આ વખતે તેમણે પોતાની એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. 


ત્યાર પછી ગુજરાતમાં આવ્યું મતોનું મોજું...
વર્ષ 2009ની લોકસભા ચૂંટણી બાદ ગુજરાતમાં મતોનું મોજ શરૂ થયું...વર્ષ 2014માં પહેલીવાર નરેન્દ્ર મોદીએ ગુજરાતથી દિલ્લીની દોડ લગાવવા માટે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને ગુજરાતની પ્રજાએ ખોબલે ખોબલા ફરીને તેમને મત આપી વિજયી બનાવ્યાં. કંઈ જ એક પરિસ્થિતિ આખા દેશમાં જોવા મળી. વર્ષ 2014માં 63.66 ટકા એટલેકે, સરેરાશ 64 ટકા જેટલું મતદાન થયું જેનો સીધો ફાયદો ભાજપને મળ્યો. આ વખતે પરિણામનો આંકડો શું હતો...ભાજપે ગુજરાતમાં જીતી હતી કુલ 26 માંથી 26 બેઠકો અને કોંગ્રેસના થયા હતા સુપડાસાફ. ગુજરાતના મતદારોએ ત્યારે ભાજપને અને નરેન્દ્ર મોદીને સ્પષ્ટ બહુમત આપીને દિલ્લીની ગાદી પર બેસાડી દેશના પ્રધાનમંત્રી બનાવવામાં પોતાની મહત્ત્વનું યોગદાન આપ્યું. ધ્યાન રાખજો એ વખતે ગુજરાતમાં મતદાનની ટકાવારીનો આંકડો 50 ટકા કરતા વધારે હતો અને કોંગ્રેસ તેને પહોંચી ન શકી. 


2019માં ગુજરાતમાં ફરી મતદાન વધ્યું અને કોંગ્રેસના સપના ચકાનાચૂર થયાઃ
2014ની લોકસભાની ચૂંટણીના 5 વર્ષ પછી ફરી એકવાર મોકો આવ્યો કોંગ્રેસને કંઈક કરી બતાવવાનો...ત્યારે પણ ગત ટર્મ કરતા લગભગ દોઢ ટકો વધારે સરેરાશ 64.51 ટકા મતદાન કરીને ગુજરાતના મતદારોએ મોદી પર પોતાના ભરોસાની મહોર લગાવી હતી. જેનું પરિણામ શું આવ્યું 2019ની ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસના ગુજરાતમાંથી સુપડા સાફ થઈ ગયાં. કુલ 26માંથી 26 બેઠકો જીતીને ગુજરાતમાં ભાજપે પોતાના બાદશાહત કાયમ રાખી.


2024માં ફરી 50 ટકાને પાર ગયો મતદાનનો આંકડો, કોંગ્રેસનો ફૂગ્ગો ફૂટવાનું નક્કી!
ગુજરાતમાં જ્યારે મતદાનનો આંકડો 50 ટકા પાર ગયો છે ત્યારે થયા છે કોંગ્રસના સુપડાસાફ થયા હોવાનો ચિતાર અહીં રજૂ કર્યો છે. આ અમે નથી કહી રહ્યાં પણ આ ગુજરાતની રાજનીતિનો ઈતિહાસ છે. ખાસ કરીને લોકસભાની ચૂંટણીઓમાં જ્યારે જ્યારે પણ મતદાન વધ્યું છે ત્યારે કોંગ્રેસના સુપડાસાફ થઈ ગયા છે. આ વખતે ગુજરાતમાં મતદાનના દિવસે કુલ મતદાનનો આંક 59.51 આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, 7 મે ના રોજ ગુજરાતમાં સખત ગરમી હતી. જોકે, હજુ ચૂંટણીપંચની ફાઈનલ ગણતરી જેમાં છેલ્લી ઘડીના મતદાનના આંકડા ઉમેદવાના બાકી છે. એ રીતે હજુ પણ મતદાનની ટકાવારીમાં બે થી ત્રણ ટકાનો વધારો થઈ શકે છે. એ અંદાજ લગાવીએ તો ફરી એકવાર ગુજરાતમાં સરેરાશ મતદાનનો આંકડો 62 કે 63 ટકાની આસપાસ આવીને ઉભો રહેશે. આ આંકડો કોંગ્રેસ માટે શુભ નથી. કોંગ્રેસ ભલે ગુજરાતમાં આ વખતે 7 થી 8 સીટો જીતવાની વાતો કરતી હોય, બનાસકાંઠામાં વધુ મતદાન તેમની તરફેણમાં હોવાની આશા રાખતી હોય પણ રાજ્યના કુલ સરેરાશ મતદાનનો આંકડો કોંગ્રેસની તરફેણમાં હોય એવું લાગતું નથી. કારણકે, છેલ્લી બે લોકસભાની ચૂંટણીઓની જેમ આ વખતે ફરી એકવાર ગુજરાતમાં સરેરાશ મતદાનનો આંકડો 50 ટકાને પાર ગયો છે. ગુજરાતના મતદારોનું 50 ટકા મતદાન પણ ભાજપ માટે જીત નક્કી કરી દે છે. અહીં તો 50 ટકા નહીં પણ તેનાથી લગભગ 12 થી 13 ટકા વધુ મતદાન થયું છે. એ ટકાવારી કોંગ્રેસને ગુજરાતમાંથી જાકારો આપવા માટે સક્ષમ છે. મતદાનની આ ટકાવારી અને અગાઉના મતદાનનો ઈતિહાસ કોંગ્રેસના સપનાઓ પર પાણી ફેરવી શકે છે. આ વખતે પણ ગુજરાતમાં કોંગ્રેસ વન-વે જીતી જશે તેની બાંયેધરી આ મતદાનના આંકડાઓ આપી રહ્યાં છે.