મારિયો ગેમનો આ VIDEO ખુબ વાયરલ! ગુજરાતમાં ભાજપના ઉમેદવારનો અનોખો નુસખો
ઉમેદવારો મતદારોને રિઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને ભાજપ પાર્ટી થકી લોકોને મતદાન કરવા માટે અપીલ કરાય છે. જેની સાથે જ ઓટલા બેઠકો કરીને પણ મતદારોને તેમને સ્પર્શતા મુદ્દાઓની વાતો કરી મતદાન માટે અપીલ કરાય છે પરંતુ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સોશિયલ મીડિયા સાથે વર્ષોથી સંકળાયેલા છે.
Loksabha Election 2024: આદિવાસી પંથકમાં લોકસભા ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. ઉમેદવારો મતદારોને રિઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને ભાજપ પાર્ટી થકી લોકોને મતદાન કરવા માટે અપીલ કરાય છે. જેની સાથે જ ઓટલા બેઠકો કરીને પણ મતદારોને તેમને સ્પર્શતા મુદ્દાઓની વાતો કરી મતદાન માટે અપીલ કરાય છે પરંતુ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સોશિયલ મીડિયા સાથે વર્ષોથી સંકળાયેલા છે.
તેમના એક સમર્થક દ્વારા સુપર મારીયો ગેમમાં ધવલ પટેલનો ફોટો અને વલસાડ લોકસભામાં ધવલ પટેલના વિઝનને આવરી લઈ ગેમ મારિયો અનેક અવરોધો પાર કરીને વિજય મેળવે છે, એ પ્રકારે ધવલ પટેલ પ્રારંભે કમળ સાથે લઈ આગળ વધે છે અને ભ્રષ્ટાચાર નિરક્ષરતા તૃષ્ટીકરણ બેરોજગારી જેવા મુદ્દાઓના અવરોધોને પાર કરી વલસાડ લોકસભા વિસ્તારમાં શિક્ષણને મહત્વ આપવું ડાંગ સાપુતારાનો પ્રવાસન તરીકે વિકાસ, આદિવાસીઓના હક અને અધિકારના મુદ્દાઓ જળ જંગલ જમીનનું સંરક્ષણ સાથે ભગવાન શ્રીરામના આશીર્વાદ લઇ જીતનો ઝંડો ફરકી આવે છે.
આ mario ગેમનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જે ડિજિટલ યુગમાં પ્રચારનો માધ્યમ બન્યો છે. આ વિડીયો ભાજપના એક સમર્થકે બનાવ્યો છે. જેને મતદારોમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.