અમદાવાદઃ પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરાવવા માટે ક્ષત્રિય સમાજ મક્કમ છે.. રાજકોટના રતનપરમાં હજારોની સંખ્યામાં ઉમેટલા ક્ષત્રિયોએ એક જ સ્વરમાં હુંકાર કર્યો કે, રૂપાલાની ટિકિટ રદ કરો.. આ સાથે જ ક્ષત્રિયોએ ભાજપને 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે.. જોકે, ભાજપ હજુ પણ પરશોત્તમ રૂપાલાને રાજકોટથી જ ચૂંટણી લડાવવા માટે મક્કમ છે.. રતનપરથી ક્ષત્રિય સમાજના અલ્ટિમેટમ બાદ પ્રથમ વખત ભાજપ તરફથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું નિવેદન આવ્યું.. ક્ષત્રિયોના આંદોલનને લઈને શું કહ્યું પાટીલે અને શું છે હવે આંદોલનની રૂપરેખા,, જુઓ આ રિપોર્ટમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત 2 એપ્રિલના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ક્ષત્રિયોને કરેલી આ વિનંતીને પણ ગણકારવામાં ન આવી. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિયો સતત 20 કરતાં પણ વધુ દિવસથી આંદોલન અને વિરોધ કરી રહ્યા છે.. જોકે, હવે આ આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે.


14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.. રતનપરમાં અંદાજે 13 એકર જગ્યામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.. 


આ પણ વાંચો- Loksabha Election 2024: શક્તિ પ્રદર્શન સાથે આજે ભાજપના છ ઉમેદવારોએ ભર્યા ફોર્મ


કહેવામાં આવી રહ્યું છેકે, ક્ષત્રિયોના આ અસ્મિતા સંમેલનમાં 4 લાખ જેટલા ક્ષત્રિય લોકો ઉમટી પડ્યા હતા.. આ સંમેલનમાં ક્ષત્રિયોએ વધુ એક નવા આંદોલનની જાહેરાત કરી.. જો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો...


હવે 19 એપ્રિલ પછી આંદોલનનો પાર્ટ-2 શરૂ કરવામાં આવશે.. 
જેમાં માત્ર રૂપાલા જ નહીં પરંતુ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવશે..
ભાજપના ઉમેદવારો વિરુદ્ધ મતદાન પણ કરવામાં આવશે..
અમદાવાદના GMDC ખાતે આંદોલન કરવામાં આવશે..


ક્ષત્રિયોની આ જાહેરાત બાદ ભાજપની ચિંતામાં જરૂરથી વધારો થયો છે.. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ફરી એકવાર કહ્યું કે, ક્ષત્રિયોને મનાવવા માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પ્રયાસ કરી રહ્યા છે..


હવે તમામની નજર આગામી 19 તારીખ પર છે.. 19 તારીખ સુધીનું ક્ષત્રિયોના અલ્ટિમેટમ પહેલાં શું ભાજપ આ સમાજના વિરોધને શાંત કરી શકશે કે પછી ક્ષત્રિયોના વિરોધ વચ્ચે જ રૂપાલા ફોર્મ ભરશે?