Loksabha Election 2024: શક્તિ પ્રદર્શન સાથે આજે ભાજપના છ ઉમેદવારોએ ભર્યા ફોર્મ

લોકસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની શરૂઆત થયા બાદ આજે ભાજપના છ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપના પોરબંદર, ભરૂચ, અમદાવાદ પૂર્વ, પંચમહાલ, વલસાડના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા. 

Loksabha Election 2024: શક્તિ પ્રદર્શન સાથે આજે ભાજપના છ ઉમેદવારોએ ભર્યા ફોર્મ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક છે.. એવામાં ઉમેદવારોએ ચૂંટણી માટેની પ્રથમ પ્રક્રિયા પૂર્ણ કરી છે.. ગુજરાતમાં 26માંથી ભાજપના લોકસભા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી.. સાથે સાથે સંઘ પ્રદેશ દમણના ઉમેદવારે પણ ઉમેદવારી નોંધાવી છે.. પ્રચંડ શક્તિ પ્રદર્શન અને જીતના બુલંદ વિશ્વાસ સાથે ભાજપના ઉમેવારોએ ફોર્મ ભર્યા.. હજારોની સંખ્યામાં સમર્થકોને સાથે રાખીને રોડ શો કર્યો.. ઉમદેવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે કેવો રહ્યો માહોલ,, જુઓ આ રિપોર્ટમાં..

કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે.. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે.. 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે.. ત્યારે સોમવારે રાજ્યની 6 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.. 

સોમવારે ભાજપના 6 લોકસભાના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા..
જેમાં પોરબંદર બેઠક પરથી ઉમેદવાર મનસુખ માંડવિયા..
ભરૂચ બેઠક પરથી ઉમેદવાર મનસુખ વસાવા..
અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું--
પંચમહાલમાં રાજપાલસિંહ જાદવે ઉમેદવારી ફોર્મ ભર્યું--
વલસાડમાં ધવલ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું--
સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરાએ ઉમેદવારી ફોર્મ ભર્યું--

ઉમેદવારી ફોર્મ ભરવાની સાથે જ  ભાજપના ઉમેદવારોએ પ્રચંડ જીતના આશાવાદ સાથે ચૂંટણીમાં જંપ લાવવાનો નિર્ધાર કર્યો હતો.. ન માત્ર ગુજરાતની 6 પરંતુ, વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું.. લાલુ પટેલે તેમના નિવાસ સ્થાનેથી BJP કાર્યાલય અને ત્યાંથી દમણ ચૂંટણી અધિકારીની કચેરી સુધી શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય રેલી યોજી હતી.. BJPના ઉમેદવાર લાલુભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી..

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા.. વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી હતી.. સમર્થકો સાથે જંગી રેલી યોજીને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું.. 

તો બીજી તરફ પોરબંદરની પેટા ચૂંટણી માટે હાલમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાએ ઉમેદવારી નોંધાવી હતી.. અર્જુન મોઢવાડિયા દ્વારા ફોર્મ ભરતી વખતે ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.. 

ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત 12 એપ્રિલ એટલે કે ગઈકાલથી થઈ ગઈ છે.. 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.. 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે.. 7 મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news