વડોદરામાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર, મત માંગવા ન આવવાની આપી ચેતવણી
વડોદરાના ખોડીયાર નગર સ્થિત મારુતિ નગરમાં પ્રાથમિક સુવિધા નહીં મળવાને કારણે સ્થાનિક રહીશો દ્વારા લોકસભા ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે અને મત માગવા આવશે તો માર મારવાની ચીમકી ઉચારવામાં આવી છે.
રવિ અગ્રવાલ, વડોદરા: લોકસભા ચૂંટણી નજીક આવી ગઇ છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં મતદન થયા તે મુજબનું આયોજન પણ કરી દીધું છે. તેવા સમયે વડોદરાના ખોડીયાર નગર સ્થિત મારુતિ નગરમાં પ્રાથમિક સુવિધા નહીં મળવાને કારણે સ્થાનિક રહીશો દ્વારા લોકસભા ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે અને મત માગવા આવશે તો માર મારવાની ચીમકી ઉચારવામાં આવી છે.
વધુમાં વાંચો: ચૂંટણી ફંડ માટે સુરતના વેપારી પાસે 50 લાખની કરી માગ, પુત્રને મારી નાખવાની આપી ધમકી
લોકસભાની ચૂંટણી ટાણે પોતાના વિસ્તારમાં વિકાસના કામો થયા ન હોવાને કારણે ખોડીયાર નગર સ્થિત મારુતિ નગરમાં રહેતા રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં રહેતા નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં વહીવટી તંત્ર ઊનું ઉતર્યું હોવાના કારણે રહીશો આ પ્રકારનો બહિષ્કાર કરી રહ્યાં છે. મહત્વનું છે કે મારુતિ નગરમાં શુદ્ધ પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ અને પેવર બ્લોક નાખવાની રહીશો માગ કરી રહ્યા છે.