ભાવનગર લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ભારતીબેન શિયાળ જંગી લીડથી જીત્યા
સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ છે. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર હાલ ભાજપના ઉમેદવારો આગળ છે. કેટલાક તો જંગી બહુમતી ધરાવી રહ્યાં છે. આવી જ એક બેઠક છે ભાવનગર. ભાવનગરની લોકસભા બેઠક પર 1991થી ભાજપનો કબ્જો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ તરફથી ડો.ભારતીબેન શિયાળ અને કોંગ્રેસ તરફથી મનહરભાઈ પટેલ ચૂંટણીના મેદાનમાં હતાં.
અમદાવાદ: સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ હતો. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર હાલ ભાજપના ઉમેદવારો જીત્યા. આવી જ એક બેઠક છે ભાવનગર. ભાવનગરની લોકસભા બેઠક પર 1991થી ભાજપનો કબ્જો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ તરફથી ડો.ભારતીબેન શિયાળ અને કોંગ્રેસ તરફથી મનહરભાઈ પટેલ ચૂંટણીના મેદાનમાં હતાં. ભારતીબેન શિયાળ જંગી લીડથી જીત્યા છે.
આ બેઠક પર 6 વખત ભાજપના ક્ષત્રિય અને એક વખત કોળી ઉમેદવાર વિજેતા બન્યા છે. ભાજપે વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળને રિપીટ કરીને ચૂંટણી જીતવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. તેની સામે કોંગ્રેસે પ્રથમ વખત પટેલને મેદાનમાં ઉતારીને નવા સમીકરણ માંડ્યા છે. ભાવનગરની લોકસભા બેઠકમાં સૌથી વધુ વસતી કોળી, પાટીદાર અને ક્ષત્રિય સમાજની છે.
જુઓ LIVE TV