રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા (Vadodara)માં આજથી રાશન કાર્ડ ધારકોને મફતમાં અનાજ વિતરણ શરૂ કરાયું છે. આગામી ત્રણ દિવસ સુધી અનાજનું મફત વિતરણ કરાશે. ત્યારે વહેલી સવારથી જ મફત અનાજ લેવા માટે રાશનની દુકાનની બહાર લોકોની લાંબી કતારો લાગી ગઈ છે. વહેલી સવારથી જ નાગરિકો લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. જોકે રાશન મેળવવાની લ્હાયમાં સોશિયલ ડિસ્ટન્સનું જરાપણ પાલન કરવામાં આવી નથી રહ્યું. 


અમદાવાદીઓ ચેતી જજો, 8 નવા કેસ તમારા શહેરના છે.... એક જ પરિવારના 3 પોઝિટિવ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મફત અનાજ લેવા લોકોની પડાપડી
વડોદરામાં રાશનની દુકાનો પર લાગી લાંબી લાગેલી છે. મફતમાં અનાજ લેવા લોકો પડાપડી કરતા પણ જોવા મળ્યા છે. જોકે, કાયમી રાશન ન લેનારા લોકોને રાશન આપવામાં નથીઆવી રહ્યું, જેથી આવા લોકોને ધક્કો પડી રહ્યો છે. 6 મહિના પહેલાથી જે અનાજ લેતા ન હતા, તેઓને દુકાનદારો દ્વારા સ્પષ્ટ ના પાડવામાં આવી રહી છે. સરકારે કાયમી રાશન લેતા કાર્ડ ધારકો માટે જ અનાજનો પુરવઠો આપ્યો છે. 


ગુજરાતમાં Coronaના 82 દર્દી, 8 નવા કેસનો ઉમેરો, તમામ અમદાવાદના...


પોલીસે લોકોને હટાવવા પડ્યા
મફતમાં રાશન મેળવવાની લ્હાયમાં લોકો લોકડાઉનના નિયમોનું પાલન કરવાનું ભૂલ્યા હતા, આ સાથે જે તેઓ પોતાના સ્વાસ્થયને પણ જોખમમાં મૂકતા જોવા મળ્યા હતા. રાશન મેળવવા પડાપડી થતા જ પોલીસ દોડતી થઈ હતી. પોલીસે તાત્ત્કાલિક અસરથી લોકોને હટાવ્યા હતા. તો પુરવઠાની કચેરી પર પહોંચેલા રાજ્યના મંત્રી યોગેશ પટેલનો ઘેરાવ કરીને અનાજ આપવા માટે રજૂઆત કરી હતી. આ સમયે મહિલાઓ રડી પડી હતી. વડોદરા ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર પણ અનાજ લેવા માટે લોકની ભીડ જોવા મળી રહી છે. 


વલસાડ : તબલિગી જમાતમાં ગયેલા 24 પરત ફર્યા, 14 હજી તંત્રની પહોંચ બહાર


તબલિગી જમાતમાં ગયેલા 5ની અટકાયત
વડોદરામાંથી દિલ્હીના તબલિગ જમાતમાં ગયેલ 5 લોકો સામે આવ્યા છે. વડોદરા એસઓજીએ પાંચ શખ્સની અટકાયત કરી છે. આ તમામ હરીયાણાના પાણીપત ખાતે તબલિગ જમાતમાં ગયા હોવાનું ખૂલ્યું છે. આરોગ્ય વિભાગે તમામ પાંચ ઈસમોને હોમ ક્વોરન્ટાઈન કર્યાં છે. અન્ય લોકોની પણ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ટીમ શોધખોળ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર