ચેતન પટેલ/સુરત :સુરત શહેરમાં લૂંટારુઓને જાણે પોલીસનો કોઈ જ ખોફ ન હોય અને ક્રાઈમ કરવાનો પરવાનો મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભર બપોરે લૂંટની ઘટનાને અંજામ આપી આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જોકે, બીજી તરફ પોલીસે ગણતરીના સમયમાં જ લૂંટારુઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીંડોલી રંગીલા પાર્ક સોસાયટી નજીક આવેલ કોઠારી જ્વેલર્સને ત્યાં લૂંટારાઓ ગ્રાહક બની પ્રવેશ્યા હતા. શરૂઆતમાં જ્વેલર્સ શો રુમમાં રહેલી યુવતી સાથે વાતચીત કરી હતી અને જ્વેલરી ખરીદવા આવ્યો હોવાનો ડોળ કર્યો હતો. એકાએક તક મળતા જ ત્રણેય યુવાનો મંગલસૂત્ર લૂંટીને ફરાર થઈ ગયા હતા. ધોળે દિવસે લૂંટારુઓએ ઘટનાને અંજામ આપતા ડિંડોલી પોલીસ સક્રિય થઇને ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપી પાડ્યા હતા.


આ પણ વાંચો : આવતીકાલે પીએમ મોદી રાજકોટમાં, બપોરે 6 થી 3 આ રસ્તાઓ બંધ રહેશે, પોલીસનું જાહેરનામું


બન્યુ એમ હતુ કે, સુરતના ડીંડોલી રંગીલા પાર્ક સોસાયટી નજીક કોઠારી જ્વેલર્સ આવ્યું છે. જ્યાં ગુરુવારે બપોરના અઢી વાગ્યાના સમયે ખરીદીના બહાને લૂંટારુઓ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. બાદમાં ઘરેણાં જોવાના બહાને કર્મચારી પાસે ચપ્પુની અણીએ સોનાનું મંગળસૂત્ર લૂંટી ફરાર થઇ ગયા હતા. લૂંટ કર્યા બાદ મોપેડ પર લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા. સમગ્ર લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બપોરના સમયે બનેલી ચકચારીત ઘટનામાં પોલીસ દોડતી થઈ હતી. 


આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં અકસ્માતમાં સુરતના ટુર સંચાલકનું મોત, બસ ખીણમાં પડતા 9 ના મોત


ડીંડોલી પોલીસને ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી હતી. આરોપીઓની શોધખોળ શરૂ કરતા પોલીસે સૌપ્રથમ જ્વેલરીની દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસને ઝડપથી આરોપીઓ સુધી પહોંચવાના પગેરું મળી ગયા હતા. તેમજ ડિંડોલી પોલીસે પોતાના સ્થાનિક નેટવર્કનો ઉપયોગ કરીને હ્યુમન સોસિસર્સના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસે સુરેશ ખટીક, જયદીપ અને ત્રીજો સગીર આરોપીની ધરપકડ કરી છે. ત્રણેય આરોપી સુરતના ગોડાધરાના રહેવાસી છે. હાલ પોલીસે આરોપી કયાના છે અને અત્યાર સુધી કેટલા ગુના ઓને અજામ આપી ચૂક્યા છે તે અંગે તપાસ શરૂ કરી છે.