રથયાત્રા અપડેટ્સ : આંખે પાટા બાંધેલા ભગવાનને સોના વેશ પહેરાવાયો, 16 ગજરાજની પૂજા કરાઈ
ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના કલાકોની વાર છે, ત્યારે અમદાવાદના મંદિરમાં તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મંદિર પરિસર ઢોલ અને શરણાઈના અવાજથી ગુંજી ઉઠ્યું છે. આવતીકાલે વહેલી સવારે રંગેચંગે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે.
આશ્કા જાની/અમદાવાદ :ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના કલાકોની વાર છે, ત્યારે અમદાવાદના મંદિરમાં તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મંદિર પરિસર ઢોલ અને શરણાઈના અવાજથી ગુંજી ઉઠ્યું છે. આવતીકાલે વહેલી સવારે રંગેચંગે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. આ દિવસની શ્રદ્ધાળુઓ આતુરતાથી રાહ જોઈને બેસ્યા છે. ત્યારે આજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામને સોના વેશમાં સજાવવામાં આવ્યા હતા. આજે ભગવાનને જાંબલી રંગના વાઘા અને શણગાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના સોના વેશનો દર્શન કરવા પહોંચી ગયા છે.
LG હોસ્પિટલની વધુ એક બેદરકારી, પ્રસૂતિ સમયે નવજાત બાળકે નીચે પડી જતા મોત
આજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં, ઇન્કમટેક્સ ફ્લાયઓવરનું કરશે લોકાર્પણ
બપોરે ભગવાનના રથની પૂજા કરાશે
બપોરે ત્રણ કલાકે ભગવાનના રથની પૂજા કરવામાં આવશે. તેમજ બપોરે ચાર કલાકે શાંતિ સમિતિની મુલાકાત થશે. ત્યારબાદ બપોરે ચાર કલાકે સીએમ રૂપાણી અને નીતિન પટેલ મંદિરે આવી પહોંચશે અને ભગવાન જગન્નાથની આરતી કરશે. તેના બાદ બપોરે 4.30 કલાકે વિપક્ષના નેતા મંદિર આવશે. અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ઘાનાણી સહિતના નેતાઓ આવી પહોંચશે અને રથનું પૂજન કરશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :