વડોદરામાં નીકળી ભગવાન કાર્તિકેયની શાભાયાત્રા, મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો
કેરલીયન સમાજ ભગવાન કાર્તિકેયમાં અતૂટ શ્રદ્ધા શારાવે છે. ત્યારે આજે ભગવાન કાર્તિકેયની પૂજા અર્ચના કરીને સુરસાગર ખાતેથી પરંપરાગત રીતે શોભાયાત્રા નીકળી.
તૃષાર પટેલ, વડોદરા: વડોદરામાં કેરલા સમાજ દ્વારા પંગુમી ઉથથીરમ ઉત્સવની ઉજવણી ભગવાન કાર્તિકેયની શોભાયાત્રા દ્વારા કરવામાં આવી. શાસ્ત્રોક્ત રીતે પરંપરા મુજબ પહેરવેશ ધારણ કરીને કેરાલિયન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા.
વધુમાં વાંચો: દેશમાં એક માત્ર ગુજરાતની આ જગ્યાએ હોળીના દિવસે યોજાય છે હોલિકાના લગ્ન
કેરલીયન સમાજ ભગવાન કાર્તિકેયમાં અતૂટ શ્રદ્ધા શારાવે છે. ત્યારે આજે ભગવાન કાર્તિકેયની પૂજા અર્ચના કરીને સુરસાગર ખાતેથી પરંપરાગત રીતે શોભાયાત્રા નીકળી. ભગવાન કાર્તિકેયની શોભાયાત્રા પસાર થતી હતી તે રસ્તાને પાણીથી સાફ કરવામાં આવ્યા. ત્યાર બાદ કેરાલિયન સમાજની મહિલાઓ અને યુવતીઓ માથા પર કળશ લઈને જોડાઈ હતી.