નવનીત દલવાડી, ભાવનગર: જિલ્લામાં બાગાયતી પાકો ની ખેતી કરતા ખેડૂતોને કમોસમી વરસાદના કારણે પારાવાર નુકશાન થયું છે, માવઠા સાથે ભારે પવન ફૂંકાવાના કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાતાં બાગાયતી પાક ખરી પડતાં ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. જેના પગલે ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની હોળી બાદ પહેલી ખરાબ આગાહી; માર્ચ, એપ્રિલ અને મેં મહિનો કેમ છે ભારે?


ભાવનગર જિલ્લામાં સારી આવક આપતા બાગાયતી ખેતી નું પ્રમાણ વધી રહ્યું છે, કેરી, જમરૂખ, દાડમ, કેળ, પપૈયા સહિતના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે, સાથે ઘરે ઘરે જેની રોજિંદી જરૂરિયાત હોય છે એવા લીંબુનું પણ ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે, હાલ લીંબુના ભાવમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે, પ્રતિકિલો લીંબુના 70 થી 100 રૂપિયા સુધીનો ભાવ માર્કેટયાર્ડમાં બોલાઈ રહ્યો છે.


સારંગપુરમાં મહંતસ્વામી મહારાજની હાજરીમાં ઐતિહાસિક ફૂલદોલ ઉત્સવ ઉજવાયો, જુઓ Photos


ગતવર્ષ આવેલા વિનાશક વાવાઝોડાના કારણે લીંબુના અનેક વૃક્ષો ધરાશાઈ થઈ ગયા હતા, તેમજ ભારે પવનના કારણે લીંબુના પાકને પણ વ્યાપક નુકશાન થયું હતું, પરંતુ આ વર્ષે ખેડૂતોને લીંબુના સારા ભાવ મળતા નુકશાનની ભરપાઈ થવાની આશા હતી, માર્કેટયાર્ડમાં ખેડૂતોને લીંબુના 70 થી 100 રૂપિયા સુધીના સારા ભાવ પણ મળી રહ્યા છે, પરંતુ ખેડૂતોની આશા પર માવઠાએ પાણી ફેરવી દીધું છે.


અમેરિકાએ વિદ્યાર્થીઓને આપી 'ગિફ્ટ', સ્ટુડન્ટ વિઝા પર મળશે નોકરી! ગુજરાતીઓને 'બખ્ખાં'


હવામાન વિભાગની આગાહી બાદ ભારે પવન સાથે વરસી પાડેલા વરસાદના કારણે ખેડૂતોનો બાગાયતી પાક ખેતરોમાં ખરી પડ્યો હતો, જેમાં લીંબુના પાકમાં માવઠાની વ્યાપક અસર જોવા મળી રહી છે, ખેતરોમાં આમથી તેમ જ્યાં જુઓ ત્યાં ખરી પડેલા લીંબુ નજરે પડી રહ્યા છે, ઉનાળો શરૂ થઈ ગયો હોય લીંબુની ખૂબ જ માંગ રહેતી હોય છે, જેના કારણે લીંબુના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ માવઠાના કારણે થયેલા નુકશાન બાદ લીંબુના ભાવ હજુ પણ ઊંચકાય એવી પૂરી શક્યતા છે, ભારે પવનના કારણે ખેતરોમાં ઉભેલા લીંબુ તેમજ કેરીના પાકને પણ ભારે નુકશાન થયું છે.


વાલીઓ માટે બાળકોને લઈ ચેતવણીરૂપ કિસ્સો! તમારું બાળક તો સ્કૂલેથી છૂટીને આમ થતી કરતું!


પવનના કારણે આંબાનો મોર અને નાની નાની ખાકટી ખરી પડેલી જોઈ શકાય છે, કેરીના પાકને નુકશાન થતાં આ વર્ષે કેરીની આવક ઓછી થવા સાથે ભાવમાં પણ જબ્બર ઉછાળો આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. તેમજ ભારે પવન અને માવઠાના કારણે પાકમાં થયેલા વ્યાપક નુકશાનનો સર્વે કરાવી વળતર ચૂકવવા ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી.