લવ જેહાદનો Live પર્દાફાશ: અરવલ્લી જિલ્લામાં સનસનીખેજ ઘટના, બ્રાહ્મણ પરિવારની બે દિકરી ભોગ બની
ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં બ્રાહ્મણ પરિવારની બે દીકરીઓ લવ જેહાદનો ભોગ બની છે. ગુજરાતમાં લવ જેહાદનું ષડયંત્ર કઈ રીતે ચાલી રહ્યું છે અને વિધર્મીઓ કઈ રીતે હિંદુ યુવતીઓને ફસાવીને તેમનું ધર્મ પરિવર્તન કરાવે છે.
ઝી બ્યુરો/અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં લવ જેહાદનો એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે અને આ બનાવથી આખું ગુજરાત હચમચી ગયું છે. જી હા...ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં બ્રાહ્મણ પરિવારની બે દીકરીઓ લવ જેહાદનો ભોગ બની છે. ગુજરાતમાં લવ જેહાદનું ષડયંત્ર કઈ રીતે ચાલી રહ્યું છે અને વિધર્મીઓ કઈ રીતે હિંદુ યુવતીઓને ફસાવીને તેમનું ધર્મ પરિવર્તન કરાવે છે તેનો આજે ઝી 24 કલાક LIVE પર્દાફાશ કરવા જઈ રહ્યું છે..
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લાની વતની અને બ્રાહ્મણ પરિવારની બબ્બે દીકરીઓ લવ જેહાદનો ભોગ બની હોવાની સનસનાટી ભરી ઘટના બહાર આવી છે. મોટી દીકરીને સાતેક વર્ષ અગાઉ અમદાવાદનો મુસ્લિમ યુવક મુંબઈ લઈ ગયો હતો અને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું તેમજ તેની સાથે નિકાહ કરી લીધા હતા. આ યુવતીને તેણે હિંદુ બનીને ફસાવી હતી. હાલ આ યુવતી નરક જેવી જિંદગીમાંથી છૂટીને પરત આવી ગઈ છે.
તૈયારી કરી રાખજો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં પડશે સાંબેલાધાર વરસાદ, જાણો ભયંકર આગાહી
તો નાની દીકરીએ સોશિયલ મીડિયામાં ભટ્ટ મેવાડા સમાજના ફેસબુક પેજના માધ્યમથી પરિચયમાં આવેલ બ્રાહ્મણ હિન્દુ નામધારી યુવક સાથે બંને પરિવારની સંમતિથી લગ્ન કર્યા બાદ યુવકે કરાવેલ સુન્નત, નમાજ, રોજા કરવા અને માંસાહાર માટે ફરજ પાડવી સહિતના કારણોને લઈ પ્રતિદિનના કંકાસ અને મારઝૂડથી કંટાળી બન્ને દીકરીઓએ મદદની ગુહાર લગાવ્યાનો કિસ્સો બહાર આવ્યો છે.
ગુજરાતનો સૌથી મોટો વ્યાજખોર! વ્યાજના ધંધામાં એટલા રૂપિયા કમાયો કે પત્ની પણ અબજોપતિ..
ગુજરાતમાં ફરી એકવાર લવ જેહાદનો મામલો સામે આવ્યો છે, જેમાં 2 સગી બહેનો લવ જેહાદનો શિકાર બની છે, હાલ બન્ને બહેનો જીવ બચાવવા VHP ઓફિસે પહોંચી છે. વકીલ સોનલ જોશી પાસે આવ્યા છે. જેમાં મોટી બહેને જણાવ્યું હતું કે, કોમ્પ્યુટર ક્લાસ દરમિયાન મોટી બહેન ઈકબાલ હુસૈનના સંપર્કમાં આવી હતી. મોટી બહેન 2016માં પરિવારની ઈચ્છા વિરુદ્ધ ઈકબાલ હુસૈન સાથે ગઈ હતી. ઈકબાલ હુસૈન તેને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા, પછી તેની સાથે લગ્ન કરવા દબાણ કરીને તેની મોટી બહેનને મુંબઈ લઈ ગયો હતો. યુવતી લગભગ 7 વર્ષ સુધી ઈકબાલ હુસૈન સાથે રહેતી હતી, આ દરમિયાન તેને બે બાળકો પણ થયા હતા. ત્યારબાદ યુવતી પર શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.
નાની બહેન વિશે
નાની બહેન વિશે મળતી માહિતી પ્રમાણે, 2020માં ફેસબુક દ્વારા નાની બહેન મંથન જોશી (ઉર્ફે સોહેલ)ના સંપર્કમાં આવી હતી. છોકરાએ પોતાની ઓળખ મંથન જોશી તરીકે કરી અને છોકરીને હિન્દુ નામ આપીને તેની સાથે મિત્રતા કરી હતી. આ પછી બંનેએ પ્રેમસંમતિથી લગ્ન કરી લીધા. સોહેલે મંથ જોશીના નામે બનાવટી દસ્તાવેજો બનાવી કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યાં ગયા પછી યુવતીને ખબર પડી કે મંથન જોશીનું સાચું નામ સોહેલ છે અને તે મુસ્લિમ ધર્મનો છે. પરંતુ ત્યારબાદ યુવતી ગર્ભવતી બની હતી, તેથી આ બાબતે કંઈ જ કહેવામાં આવ્યું ન હતું. સાહિલ યુવતી પર ઇસ્લામ કબૂલ કરવા, માંસ ખાવા અને અન્ય વસ્તુઓ લેવા દબાણ કરતો હતો. આ પછી જ્યારે યુવતીએ છૂટાછેડા લેવાની વાત કરી તો તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી અને આત્મહત્યા કરવાની પણ ધમકી આપી.
પરિવારનું સ્ટેન્ડ શું છે?
આ સમગ્ર મામલે મોટી બહેનનું કહેવું છે કે તે પરિવારની મરજી વિરુદ્ધ મુસ્લિમ યુવક સાથે ગઈ હતી. તેથી પરિવારે અમારી મદદ કરી નહોતી. જ્યારે નાની પુત્રી કહે છે કે તેને એક બાળક છે, તેની માતાએ તેને રોકવા માટે કહ્યું અને આ કિસ્સામાં બંનેના પિતા લગ્નની વિરુદ્ધમાં હોવાથી છોકરીના પિતા તરફથી કોઈ મદદ મળી ન હતી.
સમગ્ર મામલા અંગે બંને બહેનોનું કહેવું છે કે તેઓ ખૂબ જ ડરી ગયા છે, તેથી અત્યાર સુધી તેઓ પોલીસ પાસે ગયા નથી, તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, હવે તેઓએ અમદાવાદના એડવોકેટ સોનલ જોષીનો સંપર્ક કર્યો છે અને તેઓ VHP કાર્યાલય પર આવી છે. તેની પોતાની સુરક્ષા અને હવે તે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવશે.