સંદીપ વસાવા/સુરત :અહિંસાના પુજારી એવા મહાત્મા ગાંધીના આશ્રમની સંચાલિકા જ હિંસક બનવાનો કિસ્સો બન્યો છે. પ્રેમી સાથે મળીને તેણે પતિની હત્યા કરી. આખી હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો કરવામાં પ્રયાસ કરાયો હતો, પરંતુ જિલ્લા એસઓજીની સતર્કતા અને તલસ્પર્શી તપાસે મોતનો ભેદ ઉકેલી નાંખ્યો. ઓલપાડના ઉમરાછી ગામે ગાંધી આશ્રમનું સંચાલન કરતી સંચાલિકા અને અમદાવાદથી વિઝીટ કરતા અધિકારીને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. તેથી અડધી રાત્રે પ્રેમી પ્રેમિકાના પતિને પેવર બ્લોકના ઘા મારીને ફરાર થઈ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે ગત 15 મેના રોજ પૂર્વ સરપંચ એવા વિરેન્દ્ર સિંહ સેવાનીયાનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં તેમની પત્નીએ જણાવ્યુ કે, તેઓ રાત્રે પાણી પીવા જતા સમયે ધાબા પરથી પડી ગયા હતા, જેથી મોત થયું હતું. પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અગ્નિ સંસ્કાર પણ કરી નાંખવામાં આવ્યા હતા. પરંતુ પરિવારજનોને પત્નીના વ્યવહારથી કંઇક અજુગતું થયું હોવાનું લાગી રહ્યું હતું. જેથી સમગ્ર બાબતે પોલીસ સામે આશંકા વ્યક્ત કરી હતી. આ આશંકાને લઇ કીમ પોલીસ સાથે જિલ્લા એલસીબી તેમજ એસઓજી પણ તપાસમાં જોડાઈ હતી અને આખરે સંયુક્ત પ્રયાસે પત્નીનો ભેદ ખોલી નાંખ્યો હતો. 


આ પણ વાંચો : Photos : પુરુષ વગરના ક્ષમા બિંદુના આત્મવિવાહ, જ્યાં તે કન્યા અને વર બંને બની... બહેનપણીઓએ લગાવી મહેંદી   


બન્યુ એમ હતુ કે, ઉમરાછી ગામે ગાંધી આશ્રમનું સંચાલન કરતી ડિમ્પલ વીરેન્દ્ર સિંહ સેવાનીયા તેમજ અમદાવાદથી આશ્રમની વિઝીટ કરવા આવતા અધિકારી હેમંત ઉર્ફે પીન્ટુ હસમુખ શર્મા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને આ પ્રેમે પ્રેમી-પ્રેમિકાને હત્યા કરવા સુધી પહોચાડી દીધા હતા. ઘટનાની રાત્રે પ્રેમિકા ડિમ્પલ સેવનિયાએ પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ શર્માને અમદાવાદથી બોલાવ્યો હતો અને મધ્ય રાત્રિએ હેમંતે વીરેન્દ્રસિંહના માથામાં પેવર બ્લોકના ઘા મારી હત્યા કરી હતી. ત્યાર બાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. હત્યા બાદ પત્ની ડીમ્પલ સેવનિયાએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે લોહીના ડાઘા સાફ કર્યા હતા. તેમજ પથ્થર પણ ધોઈ નાંખ્યો હતો અને આખી ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસની તલસ્પર્શી તપાસને લઇ આખી ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે મૃતકની હત્યારી પત્ની ડિમ્પલ સેવનિયા તેમજ પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ શર્માની અમદાવાદથી ધરપકડ કરી લીધી છે. 


આ પણ વાંચો : મનને વિચલિત કરે તેવો કિસ્સો, ઘોડિયામા સૂતેલા 9 માસના બાળકને શ્વાને બચકા ભર્યાં, પળવારમાં થયુ મોત


સુરત ગ્રામ્યના એસપી બીકે વનારે સમગ્ર તપાસ વિશે જણાવ્યુ કે, વીરેન્દ્ર સિંહ અને ડિમ્પલના લગ્ન આશરે દસ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. તેમને સુખી લગ્નજીવનથી 2 નાની દીકરીઓ પણ છે. પરંતુ ડિમ્પલ અને હેમંત દોઢ વર્ષથી પ્રેમમાં હતા. એક મહિના અગાઉ પત્ની ડિમ્પલે પ્રેમી હેમંત સાથે મળીને પતિની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. અને ત્યારબાદ પ્રેમલગ્ન કરવાનું નકકી કર્યું હતું. પંરતુ પોલીસની તલસ્પર્શી તપાસમાં આખરે પાપી પ્રેમનો ભાંડો ફૂટ્યો હતો. હત્યારી પત્ની અને પ્રેમીને પોલીસે જેલ હવાલે કર્યા. જોકે એક વાત ચોક્કસ છે કે, દાયકાના લગ્ન જીવન પર દોઢ વર્ષનો પ્રેમ ભારે પડ્યો હતો.