GirlFriend BoyFriend : ગુજરાત હાઈકોર્ટમાં પતિ પત્નીના ડિવોર્સ કે ઝઘડા કિસ્સા અત્યાર સુધી પહોંચતા હતા. પરંતુ પહેલીવાર હાઈકોર્ટમાં પ્રેમીનો અજીબ કિસ્સો જોવા મળ્યો. અરજી કરનાર યુવકે એક મહિલાને પોતાની ગર્લફ્રેન્ડ બતાવીને કોર્ટને તેની કસ્ટડીની માંગ કરી છે. તેણે કોર્ટમાં કહ્યું કે, સાસરીવાળા જબરદસ્તીથી તેની ગર્લફ્રેન્ડની પોતાની પાસે રાખી રહ્યાં છે. તેથી મારી ગર્લફ્રેન્ડને તેના પતિથી છોડાવીને મને સોંપી દો. ગુજરાત હાઈકોર્ટે લિવ ઈન રિલેશનશિપ, લગ્ન અને બ્રેકઅપના કિસ્સામાં સુનાવણી કરતા ગર્લફ્રેન્ડની કસ્ટડી માંગી રહેલા યુવકે દંડ ફટકાર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત હાઈકોર્ટે એક અજીબ પ્રેમ પ્રકરણના કિસ્સામાં યુવક પર 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં એક યુવકે હાઈકોર્ટમાં અરજી કરીને માંગ કરી હતી કે, ગર્લફ્રેન્ડને તેના પતિ પાસેથી છોડાવીને તેને કસ્ટડી સોંપવામાં આવે. હાઈકોર્ટની ડબલ બેન્ચે સુનાવણી કરીને બંને પક્ષોની દલીલ સાંભળી અને ત્યાર બાદ અજીબ માંગણી કરનારા યુવકને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. ત્યારે યુવકને હવે હાઈકોર્ટના આદેશ બાદ સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીને 5000 રૂપિયા દંડ તરીકે જમા કરવાના રહેશે. 


ગુજરાતીઓ થાઈલેન્ડ કેમ વધારે જાય છે? કારણો જાણીને હક્કા બક્કા રહી જશો


ખોટી કસ્ટડીમાં છે ગર્લફ્રેન્ડ
બનાસકાંઠાના રહેવાસી યુવકે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ પીટિશન દાખલ કરી હતી. તેમાં યુવકે ગર્લફ્રેન્ડની સાથે રહેવાના એગ્રીમેન્ટને લગાવીને કોર્ટ પાસે મદદ માંગી હતી. તેણે કહ્યું કે, તેની ગર્લફ્રેન્ડ ગેરકાયદેસર રીતે કોઈ અન્ય વ્યક્તિના કબજામાં છે. આવામાં તેની કસ્ટડી તેને સોંપવામાં આવે. તેણે કહ્યું કે, તેની ગર્લફ્રેન્ડના લગ્ન તેની મરજી વિરુદ્ધ થયા હતા. લગ્ન બાદથી તે પતિની સાથે રહેતી નથી અને તેણે સાસરીનું મકાન પણ છોડી દીધું છે. તેની ગર્લફ્રેન્ડ હવે તેની સાથે રહે છે. તેથી તેના સાસરીવાળા તેને લઈ ગયા. પરંતુ મહિલા તેની સાથે રહેવા માંગે છે. આવામાં તેની કસ્ટડી પતિ પાસેથી લઈને મને આપવી જોઈે. તેના માટે યુવકે લિવ ઈન રિલેશનશિપનું એગ્રીમેન્ટ પણ રજૂ કર્યું. જેમાં મહિલાએ અરજી કરનાર યુવકની સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 


સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેની વધુ એક ભાવુક પોસ્ટ, દર્દભરી હિન્દી શાયરી લખી


લિવઈન રિલેશનશિપને બનાવ્યું આધાર
આ સુનાવણી દરિયાન રાજ્ય સરકારના વકીલે તેનો વિરોધ કર્યો અને કહ્યું કે, આવી કોઈ અરજી દાખલ કરવાનો અધિકાર નથી. અરજી કરનાર મહિલાને પોતાની ગર્લફ્રેન્ડ ગણાવે છે, જે કોઈ કસ્ટડીમાં છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ વી.એમ પંચોલી અને જસ્ટિસ એમએમ પ્રચ્ચકે કહ્યું કે, મહિલાએ ડિવોર્સ લીધા નથી અને ન તો કોઈ બીજા લગ્ન કર્યા એછ. આવામાં મહિલાની પતિની સાથે હોવું ગેરકાયદેસર કસ્ટડી ન ગણાય. તેથી લિવ ઈન રિલેશનશિપના નામે દાખલ કરવામાં આવેલી અરજીનો સ્વીકાર કરવામાં ન આવે. કોર્ટે કસ્ટડી માંગનાર યુવકને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેને સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીમાં જમા કરવા નિર્દેશ કર્યો છે.  


અમદાવાદમાં અહીં ખૂલી ઝૂલતી રેસ્ટોરન્ટ, હવે વિદેશની જેમ હવામાં બેસીને જમી શકાશો