સહેલીના જ પ્રેમીએ ખોટું બોલી યુવતીને બાઈક પર બેસાડી, બેભાન અવસ્થામાં મળી યુવતી
નવસારીમાં (Navsari) યુવતી પર બળાત્કાર (Rape) કરવાની કોશિશ કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે પોલીસે (Police) આ ફરીયાદના આધારે ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે
સ્નેહલ પટેલ/ નવસારી: નવસારીમાં (Navsari) યુવતી પર બળાત્કાર (Rape) કરવાની કોશિશ કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે પોલીસે (Police) આ ફરીયાદના આધારે ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવતીને (Girl) સારવાર માટે વલસાડ (Valsad) ખસેડવામાં આવી છે.
નવસારી જિલ્લામાં (Navsari) યુવતી સાથે બળાત્કાર કરવાની કોશિશની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની છે. જ્યાં યુવતીને (Girl) તેનીજ સહેલીના પ્રેમીએ ખોટું બોલી બાઈક પર લઈ ગયો હતો. ત્યારબાદ આરોપીએ યુવતી સાથે બળાત્કાર (Rape) કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો:- સુરત : સુમુલ ડેરીમાં 1000 કરોડનું કૌભાંડ, ખેડૂત આગેવાને રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
જો કે, યુવતીએ તેનો વિરોધ કરતા સહેલીના પ્રેમીએ તેને માર માર્યો હતો અને ત્યારબાદ ઝાડ સાથે યુવતીનું માથું અથડાવી ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. ઝાડ સાથે યુવતીનું માથું અથડાતા યુવતી બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ યુવતીને બેભાન અવસ્થામાં છોડી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો:- બ્લડ કેન્સર હોવાનું કહી યુવતીને અવાવરૂ ફાર્મ હાઉસે બોલાવી હાથ બાંધી દુષ્કર્મ આચર્યું
જો કે, યુવતીને ગંભીર ઇજા પહોંચી હોવાથી તેને વધુ સારવાર માટે વલસાડ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે યુવતીએ તેની સહેલીના પ્રેમી વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદના આધારે ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે. ત્યારે આ ઝડપાયેલો આરોપી નાબાલિક હોવાથી તેને જુવેનાઈલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube