બ્લડ કેન્સર હોવાનું કહી યુવતીને અવાવરૂ ફાર્મ હાઉસે બોલાવી હાથ બાંધી દુષ્કર્મ આચર્યું

જિલ્લામાં રહેતી અને અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને તેના માતા પિતાએ અભ્યાસ અર્થે મોબાઇલ ફોન અપાવ્યો હતો. જો કે તે મોબાઇલ ફોનમાં એક અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવી હતી. તે આ યુવક સાથે વાત કરતી હતી. અજાણ્યા યુવક સાથેની મિત્રતા જો કે આ સગીરાને ખુબ જભારે પડી રહી છે. 

Updated By: Jun 22, 2021, 11:18 PM IST
બ્લડ કેન્સર હોવાનું કહી યુવતીને અવાવરૂ ફાર્મ હાઉસે બોલાવી હાથ બાંધી દુષ્કર્મ આચર્યું

નવસારી :જિલ્લામાં રહેતી અને અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને તેના માતા પિતાએ અભ્યાસ અર્થે મોબાઇલ ફોન અપાવ્યો હતો. જો કે તે મોબાઇલ ફોનમાં એક અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવી હતી. તે આ યુવક સાથે વાત કરતી હતી. અજાણ્યા યુવક સાથેની મિત્રતા જો કે આ સગીરાને ખુબ જભારે પડી રહી છે. 

અજાણ્યા નંબર પરથી આવેલા વ્હોટ્સએપ કોલ બાદ યુવકનું નામ રાહુલ હોવાનું જણાવી વ્હોટ્સએપ પર વાતો કરોત હતો. ત્યાર બાદ પોતાને બ્લડ કેન્સર જેવી ગંભીર બિમારી હોવાનું કહીને સગીરાને ભોળવી હતી. જેથી આ યુવકના ખબર અંતર પુછવા માટે તે પોતાના ઘરેથી પારડી ચાર રસ્તા પહોંચી હતી. જ્યાં ચિરાગ નામના યુવક પાછળ બાઇકમાં બેસીને પારડી ડુંગરી ગામે એક પડતર ફાર્મ હાઉસ લઇ જઇને પોતાની સાચી ઓળખ આપી હતી. પોતે જ વ્હોટ્સએપમાં વાતો કરતો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તરૂણીને હાથ પગ બાંધીને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. 

આ અંગે ફરિયાદ દાખલ થતા જ પોલીસે આરોપી અમિત કાંતિભાઇ બારીયા (રહે. ઉદવાડા)ની ધરપકડ કરી હતી. પુછપરછ કરતા તે ડુંગરી ખાતે ફ્લિમ ટેક કંપનીમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે યુવક વિરુદ્ધ પોસ્કો, બળાત્કાર અને એટ્રોસિટી સહિતની કલમ ઉમેરીને કોર્ટમાં મોકલવા માટેની તજવીજ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube