રક્ષિત પંડ્યા/ રાજકોટ: રાજકોટમાં ધરાર પ્રેમીએ સગર્ભા પરીણીતાને જીવતી સળગાવી પોતે પણ આગનાં હવાલે થઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. શહેરનાં એરપોર્ટ રોડ પર ચંદ્રનગરમાં રહેતી પરીણીતા આજે બપોરે શાકભાજી લઇને ઘરે પરત ફરી રહી હતી. ત્યારે એક તરફી પ્રેમમાં પાલગ પ્રેમીએ પરીણીતાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી પોતે પણ બાથ ભરી લેતા બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતા. બન્નેને રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે બર્નસ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. ગાંધીગ્રામ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે પરીણીતાનાં પતિની ફરીયાદ આધારે તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર મામલા પર નજર કરીએ તો, ચંદ્રનગરમાં રહેતી એકતા હિતેશ મોટવાણી નામની સગર્ભા પરીણીતા પોતાનાં ઘરે થી શેરીનાં ખુણે શાકભાજી લેવા નિકળી હતી. ત્યારે તેનો નણદોય અને ધરાર પ્રેમી ચેતન પલાણ પાછળ આવ્યો હતો અને પેટ્રોલ છાંટીને દિવાસળીની સળી ચાંપી દીધી હતી. સગર્ભા મહિલા સળગી ઉઠતા ધરાર પ્રેમી ચેતને પણ તેને બાથ ભરી લેતા બન્ને જાહેરમાં સળગી ઉઠ્યા હતા.


અમદાવાદ: વચગાળાના જામીન પર ફરાર વેડવા ગેંગના ચાર સભ્યોની ધરપકડ


સ્થાનિકોએ 108ને જાણ કરતા બન્નેને સારવાર માટે સિવીલ હોસ્પિટલનાં બર્નસ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. બન્નેની હાલત નાજુક હોવાથી બર્નસ વોર્ડમાં સારવાર ચાલી રહી છે. ધરાર પ્રેમીએ આગ ચાંપી પરીણીતાને સળગાવી દેવાની ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી અને પરીણીતાનાં પતિ હિતેષ મોટવાણીની ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.


1500 છોડ રોપી સુરતના ઉધના રેલવે સ્ટેશન ગ્રીન બનાવવાનું અભિયાન


ગંભીર રીતે દાઝી ગયેલી પરીણીતાનાં પરીવારજનોનાં કહેવા મુજબ, એકતા હિતેષ મોટવાણીને પાંચ મહિનાનો ગર્ભ હતો. આજે સવારે શાકભાજી લેવા નિકળા બાદ તેનાં નણદોયા ચેતન પલાણે પેટ્રોલ છાંટી દીઇ આગ લગાવી દેતા બન્ને સળગી ઉઠ્યા હતા. પરીણીતાનાં પતિનાં કહેવું છે કે, ચેતન પલાણ તેનાં કાકાની દિકરીનો જમાઇ છે. જેથી તેનાં પાડોશમાં રહેતા કાકાનાં ઘરે આવતો હતો.


સાણંદ: વ્યાજખોરોનો આતંક યથાવત, અપહરણ કર્યા બાદ યુવકની કરી હત્યા


એક વર્ષ અગાઉ પણ ચેતને સગર્ભા પરીણાતા એક્તાને હેરાન કરી હતી અને પ્રેમનો ઇઝહાર કર્યો હતો. જોકે બન્ને પરીણીત હોવાથી ઘર મેળે જ સમાધાન થઇ ગયું હતું. આજે ચેતન કાલાવડ રોડ પર આવેલા રાણી ટાવરથી એરપોર્ટ રોડ પર પેટ્રોલની બોટલ લઇને આવ્યો હતો અને એક તરફી પ્રેમમાં તેને પરીણીતા અને પોતા પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી.



પરીણીતાના કાકાજીની પુત્રી કવીતાએ આરોપી ચેતન પલાણ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. નિસંતાન હોવાથી ચેતન તેના સાળાની પત્ની એક્તાને છેલ્લા એક વર્ષ થી એક તરફી પ્રેમ કરતો હતો અને હેરાન કરતો હતો. જોકે આ ધરાર પ્રેમની પરીજનોને જાણ થતા ઠપકો આપ્યો હતો. જેનો ખાર રાખીને આજે ચેતન પેટ્રોલની બોટલ સાથે આવ્યો હતો અને સગર્ભા પરીણીતાને છાંટીને આગ ચાંપી દેતા એક તરફી પ્રેમનો કરૂણ અંજામ આપ્યો હતો. જોકે હવે બન્ને સારવાર હેઠળ છે અને પોલીસે ચેતન પલાણ સામે 307ની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.