LPG કૌભાંડ: તમને લાગી ચુક્યો છે કરોડો રૂપિયાનો ચુનો, જો નહી વાંચો તો થશો પાયમાલ
એક તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રોજિંદા વપરાશમાં લેવામાં આવતા રાંધણ ગેશના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. લોકોના ધર સુધી રાંધણ ગેશના સિલિન્ડર પહોંચાડનાર લોકોને કૌભાંડ કરતાં પોલીસે રંગેહાથ ઝડપી પાડયા છે. શિવરંજની પાસે આવેલ ખાનગી ગેસ એજન્સીમાંથી આરોપીઓ ગેસ સિલિન્ડર લઈને સપ્લાય કરતા હતા. આરોપીઓ અવાવરૂ જગ્યા પર જઈને ભરેલા ગેસ સિલેન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરતા હતા.
અમદાવાદ : એક તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રોજિંદા વપરાશમાં લેવામાં આવતા રાંધણ ગેશના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. લોકોના ધર સુધી રાંધણ ગેશના સિલિન્ડર પહોંચાડનાર લોકોને કૌભાંડ કરતાં પોલીસે રંગેહાથ ઝડપી પાડયા છે. શિવરંજની પાસે આવેલ ખાનગી ગેસ એજન્સીમાંથી આરોપીઓ ગેસ સિલિન્ડર લઈને સપ્લાય કરતા હતા. આરોપીઓ અવાવરૂ જગ્યા પર જઈને ભરેલા ગેસ સિલેન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરતા હતા.
AHMEDABAD માં જાનમાં જાનૈયાઓને નાચતા જોઇને આખલાને પણ નાચવાનું મન થયું અને...
પોલીસને બાતમી મળતા આરોપીઓને રંગે હાથ ઝડપી પાડી 40 જેટલા ગેસ સિલિન્ડર કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. જોકે આ સમગ્ર કૌભાંડમાં પકડાયેલા આરોપી ભરત સોલંકી સહિત 5 આરોપીઓના નામ સામે આવ્યા છે. હાલ તો વાસણા પોલીસે એક આરોપીની ધરપકડ કરી વોન્ટેડ ચાર આરોપીઓની તપાસ હાથ ધરી છે. હાલ સમગ્ર મુદ્દે તપાસ ચલાવાઇ રહી છે.
GUJARAT CORONA UPDATE: દિવસેને દિવસે ડરાવતો કોરોનાનો આંકડો, શું આપણે થર્ડ વેવ લાવીને જ માનીશું?
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડ મોટા પ્રમાણમાં ગુજરાતમાં ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. અગાઉ આ પ્રકારનું કૌભાંડ વડોદરા અને રાજકોટમાંથી પણ સામે આવી ચુક્યું છે. જેના કારણે આ કૌભાંડમાં જો યોગ્ય તપાસ થાય તો આ કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનું પણ સામે આવી શકે છે. અત્રે નોંધનીય છે કે, આ કૌભાંડ દ્વારા ગુજરાતની જનતાને કરોડો રૂપિયાનું નુકસાન થઇ ચુક્યું છે. જો યોગ્ય રીતે તપાસ નહી થાય અને નાગરિકો જાગૃત નહી થાય તો આ કૌભાંડ હજી પણ આગળ ચાલતું જ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube