AHMEDABAD માં જાનમાં જાનૈયાઓને નાચતા જોઇને આખલાને પણ નાચવાનું મન થયું અને...

શહેરમાં રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે સરખેજના વણઝરમાં વરઘોડામાં આખલાએ આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. વરઘોડામાં લોકો નાચી રહ્યા હતા. તે જ સમયે અચાનક ભૂરાયો થયેલો આખલો વરઘોડામાં ઘૂસ્યો હતો. આખલાએ અડફેટે લેતા અનેક લોકોને ઈજા પહોંચી હતી. જેના પગલે થોડા સમય માટે સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. 

AHMEDABAD માં જાનમાં જાનૈયાઓને નાચતા જોઇને આખલાને પણ નાચવાનું મન થયું અને...

અમદાવાદ : શહેરમાં રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે સરખેજના વણઝરમાં વરઘોડામાં આખલાએ આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. વરઘોડામાં લોકો નાચી રહ્યા હતા. તે જ સમયે અચાનક ભૂરાયો થયેલો આખલો વરઘોડામાં ઘૂસ્યો હતો. આખલાએ અડફેટે લેતા અનેક લોકોને ઈજા પહોંચી હતી. જેના પગલે થોડા સમય માટે સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. 

જો કે સદનસીબે કોઈ જાનહાની નહોંતી થઈ, પરંતુ આ ઘટના સાબિત કરે છે ઢોરમુક્ત અમદાવાદના તંત્રના દાવા માત્ર કાગળ પર જ છે. રસ્તા પર લોકો જીવના જોખમે તો ચાલે જ છે. પરંતુ હવે તો વરઘોડામાં પણ લોકો સુરક્ષીત નથી. આખલાના આતંકથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે વહેલી તકે આ રખડતાં આતંકથી મુક્તિ આપવા લોકો માગ કરી રહ્યા છે. જો કે આ માંગ માંગ જ રહી જાય તેવી વકી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) December 12, 2021

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની વર્ષોથી સમસ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રભારી અને સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહને ટકોર કરી હતી કે, અમદાવાદમાં રસ્તા પર એક ઢોર રખડતા જોવા મળતા જોઇએ નહી. ખુદ પ્રદેશ પ્રમુખની ટકોર છતા પણ ધર્મેન્દ્ર શાહકોર્પોરેશનના ભાજપના સત્તાધીશોને કડક ટકોર કરી શકતા નથી. આ ઉપરાંત મેયર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના સત્તાધીશોને અધિકારીઓને ફિલ્ડમાં કડક કાર્યવાહીનો આદેશ નથી આપી શકતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news