અમદાવાદ #LRD પેપર લીક મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો બીજી તરફ આ મામલે યોગ્ય તપાસની માંગ સાથે ઓબીસી નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે અમદાવાદથી ગાંધીનગર સુધીની ન્યાય યાત્રા કાઢી છે. ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધીની આ ન્યાય યાત્રામાં કાર્યકરો સાથે યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેરોજગાર યુવાનોને ન્યાય મળી રહે અને એમના હિતોનું રક્ષણ થાય એ હેતુસર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ન્યાય યાત્રા યોજી છે. ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની આ ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો કાર્યકરો જોડાયા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. બાઇક સાથે ન્યાય યાત્રામાં જોડાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે, સરકારી તંત્રમાં રહેલી ખામીઓ અને ભ્રષ્ટાચારીઓને છુટો દોર મળતાં આજે યુવાનો હેરાન થયા છે. પેપર લીક થતાં લાખો યુવાનોના ભાવી સાથે ચેડા થયા છે. આ સંજોગોમાં સરકાર આગળ આવે અને યુવાનોને ન્યાય આપે એ અમારી માંગ છે. 


પેપર લીક મામલે યશપાલ ઝડપાયો


વધુમાં તેમણે કહ્યું કે, આ રાજકીય મુદ્દો નથી આ સામાજિક અને ન્યાયિક મુદ્દો છે. સરકાર બેરોજગારો માટે આગળ આવે અને યોગ્ય નિર્ણય કરે અને બેરોજગારોને રોજગારી આપવાનું કામ કરે એમને ન્યાય આપે.


પેપર લીક મામલે જાણો તમામ વિગતો