ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં LRD અને PSIના ઉમેદવારોની શારીરિક કસોટી આજથી શરૂ થનાર છે. આજે LRD - PSIની શારીરિકક કસોટી યોજાશે. પરંતુ 15ને બદલે 8 ગ્રાઉન્ડ પર જ પરીક્ષા યોજાશે. કમોસમી વરસાદને પગલે 6 ગ્રાઉન્ડ પરની કસોટી મોકૂફ રાખવામા આવી છે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે, જે જાન્યુઆરી સુધી ચાલશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સિંઘમની કસોટી 
ગુજરાતમાં આજથી LRD અને PSIના ઉમેદવારોની શારીરિક પરીક્ષાનો પ્રારંભ થશે. રાજ્યના 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક કસોટી આપવાના છે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવશે. શારીરિક પરીક્ષા જાન્યુઆરી મહિના સુધી ચાલશે. PSI અને LRD બંને ભરતી માટે એક જ શારીરિક દોડની પરીક્ષા લેવાશે. કમોસમી વરસાદના કારણે રાજ્યના 6 ગ્રાઉન્ડ પર LRD અને PSIની કસોટી મોકૂફ રખાઈ છે.


આ પણ વાંચો : વિચલિત કરતી ઘટના, રાજકોટની હોટલમાં ચોથા માળેથી નીચે પટકાયેલી બાળકીનું મોત, Video


આ 6 ગ્રાઉન્ડ પર પરીક્ષા મોકૂફ
રાજ્યમાં પોલીસ ભરતી (PSI exam) માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો સરકારી નોકરીની આશાએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ભરતીની જાહેરાત બહાર પડતાં જ ઉમેદવારોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો ત્યારે રાજ્યમાં કમોસમી વરસાદ વિઘ્ન બન્યો છે. એલઆરડી ભરતી બોર્ડનાં ચેરમેન આઈપીએસ હસમુખ પટેલે માહિતી આપતી ટ્વીટ કરી કે, કમોસમી વરસાદને લીધે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ ખેડા સુરેન્દ્રનગર અમરેલી તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પોસઇ/ લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકૂફ રાખવામાં આવેલ છે. નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.