ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ નવસારી લોકસભા બેઠક 2009માં અસ્તિત્વમાં આવી હતી. આ અગાઉ નવસારી જિલ્લાનો વલસાડ લોકસભા બેઠકમાં સમાવેશ થતો હતો. ભાજપ દ્વારા 2009થી આ બેઠક પર જીતતા આવેલા સી.આર. પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે, જેની સામે કોંગ્રેસ દ્વારા કોળી કાર્ડ ખેલવામાં આવ્યું છે. આ બેઠક પર કોળી સમાજની બહુમતિ છે અને કોળી સમાજે આ બેઠક પર કોળી ઉમેદવાર ઉભો રાખવામાં આવે તેવી માગ કરી હતી. આથી, કોંગ્રેસ દ્વારા કોળી સમાજના યુવાન નેતા અને વિજલપોર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2009માં બની લોકસભા બેઠક
નવસારી જિલ્લો અગાઉ વલસાડ લોકસભા બેઠકમાં આવતો હતો. 2009માં નવસારીને અલગ લોકસભા બેઠકની જાહેરાત કરાઈ હતી. જેમાં સુરત જિલ્લાના લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તાર અને જલાલપોર, નવસારી તથા ગણદેવી મળીને કુલ 7 વિધાનસભા વિસ્તાર સાથે નવસારી લોકસભા બેઠકનું નિર્માણ કરાયું હતું. આ વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર તરીકે હોવાથી નવસારી બેઠકને મીની ભારત પણ કહેવામાં આવે છે. નવસારી લોકસભા બેઠકમાં સુરતના 60 ટકા અને નવસારીના 40 ટકા મતદારોનો સમાવેશ થાય છે. 


સાંસદનું રિપોર્ટ કાર્ડ
નવસારી બેઠકના સાંસદ સી.આર. પાટીલ સંસદમાં સક્રિય જોવા મળ્યા છે. તેમણે સંસદમાં 284 પ્રશ્નો પુછ્યા છે, 13 ચર્ચાઓમાં ભાગ લીધો છે અને 6 ખાનગી બિલ પાસ કરાવ્યા છે. સંસદની સાથે-સાથે સી.આર. પાટીલ પોતાના મતવિસ્તારમાં એટલા જ સક્રિય છે. જોકે, તેમના સંસદીય મતવિસ્તારને કોઈ દેખીતો મોટો લાભ કરાવ્યો નથી. લોકોના કામ કરાવી આપવામાં તેઓ જરૂર સક્રિય રહે છે, પરંતુ નવસારીમાં તેમનું પોતાનું કોઈ કાર્યાલય ન હોવાથી કામ કરાવા માગતા લોકોને સુરત સુધી લાંબા થવું પડે છે. 


લોકસભા ચૂંટણી 2019:  જાણો ગુજરાતનો સંપૂર્ણ કાર્યક્રમ અને મતદારો વિશે


લોકસભામાં સમાવિષ્ઠ વિધાનસભા બેઠકો 
નવસારી લોકસભામાં કુલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં વર્ષ 2017ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં તમામ વિધાનસભા બેઠક પર ભાજપનો જ વિજય થયો છે. 
બેઠક              પક્ષ          ઉમેદવાર
લિંબાયત      ભાજપ    સંગીતા પાટીલ
ઉધના          ભાજપ    વિવેક પટેલ
મજુરા          ભાજપ    હર્ષ સંઘવી
ચોર્યાસી       ભાજપ    ઝંખના પટેલ
જલાલપોર   ભાજપ    આર.સી. પટેલ
નવસારી      ભાજપ    પિયુષ દેસાઈ
ગણદેવી      ભાજપ    નરેશ પટેલ


લોકસભા-2019 ગાંધીનગર બેઠકઃ ભાજપનો ગઢ સાચવવાની જવાબદારી અમિત શાહના શીરે


મતદારોની સંખ્યા
પુરુષ મતદાર    10,60,600
મહિલા મતદાર    8,80,021
કુલ મતદાર        19,40,700


લોકસભા-2019 ભાવનગર સીટઃ પ્રથમ વખત કોળી વિરુદ્ધ પટેલનો જંગ 


જ્ઞાતિ મુજબ વર્ગીકરણ
જ્ઞાતિ                   મતદાર
કોળી                  4,75,000
મહારાષ્ટ્રીય         2,50,000
ઉ.ભારતીય         2,50,000
આદિવાસી          2,20,000
મુસ્લિમ              1,30,000
ઓડિશાના          1,20,000
રાજસ્થાની          0,95,000
અનાવિલ           0,75,000


લોકસભા-2019 બારડોલી બેઠકઃ કોંગ્રેસની પરંપરાગત બેઠક પર ભાજપનો દબદબો 


ભાજપનો દબદબો
નવસારી લોકસભા બેઠકની રચના થઈ ત્યારથી એટલે કે 2009થી આ બેઠક પર વર્તમાન સાંસદ સી.આર. પાટીલ વિજય મેળવતા આવ્યા છે. ભાજપ દ્વારા આ વખતે પણ તેમને જ રિપીટ કરવામાં આવ્યા છે. સીઆર પાટીલ અહીં 5 લાખથી વધુ મતના માર્જિનથી જીતતા આવ્યા છે. કોંગ્રેસે હજુ સુધી આ બેઠક પર વિજય મેળવ્યો નથી. 


લોકસભા-2019 અમરેલી બેઠકઃ વર્તમાન સાંસદ વિ. વર્તમાન ધારાસભ્ચ વચ્ચે જંગ 


કોંગ્રેસને કોળી કાર્ડનો ફાયદો થશે ખરો?
નવસારી લોકસભા બેઠકમાં કોળી મતદારોની સંખ્યા સૌથી વધુ હોવાથી આ વખતે કોળી ઉમેદવારને ટિકિટ આપવાની કોળી સમાજ દ્વારા માગ કરાઈ હતી. કોંગ્રેસે કોળી સમાજના યુવાન નેતા અને વિજલપોર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપમાં કામ ન થતા હોવાની લાગણી અને અનેક પડતર સમસ્યાઓનો ઉકેલ ન લવાયો હોવાથી કોંગ્રેસને કોળી કાર્ડનો ફાયદો થાય એવું હાલ દેખાઈ રહ્યું છે. જમિન સંપાદનને લઈને ખેડૂતો, આદિવાસીઓ અને કેન્દ્રની નીતિઓને કારણે વેપારી વર્ગની નારાજગીનો કોંગ્રેસને લાભ મળી શકે છે. 


લોકસભા-2019 જામનગર બેઠકઃ આહિર વિ. આહિરના જંગમાં કોણ ફાવશે?


ચૂંટણીમાં અસર કરનારા પરિબળો


  • ગ્રામ પંચાયતથી કેન્દ્ર સુધી ભાજપની સરકાર હોવા છતાં રોજગારીની સમસ્યા. 

  • કોળી સમાજની નારાજગી

  • નોટબંધી, જીએસટીના કારણે વેપારી વર્ગ અને બિલ્ડરોમાં નારાજગી

  • બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન માટે પુરતું વળતર ન મળતાં ખેડૂતોમાં રોષ 

  • ભારતમાલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અંગે આદિવાસીઓમાં રોષ 

  • નવસારીની અનેક પડતર માગણીઓનો સાંસદ દ્વારા ઉકેલ લવાયો નથી 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...