લોકસભા ચૂંટણી 2019: મતદાનનું મહાપર્વ, જાણો ઓળખ તરીકે કયા દસ્તાવેજ માન્ય રહેશે
રાજ્યમાં 23 એપ્રિલ 2019ના રોજ 26 લોકસભા બેઠક પર એકસાથે સવારે 7.00 કલાકથી સાંજે 6.00 કલાક દરમિયાન મતદાન યોજાવાનું છે, મતદાનના આ મહાપર્વમાં મતદારો હોંશભેર ભાગ લે તેના માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ રાજ્યમાં 23 એપ્રિલ,2019ના રોજ ત્રીજા તબક્કામાં એકસાથે તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાવાનું છે. મત ગણતરી 23 મે,2019ના રોજ હાથ ધરાશે. લોકોને મતદાન માટે નજીકમાં જ સગવડ મળી રહે તેના માટે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 51,709 મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે. સવારે 7.00 કલાકથી સાંજે 6.00 કલાક સુધી રાજ્યમાં મતદાન યોજવામાં આવશે. આ તમામ મતદાન મથક પર ચૂંટણી પંચે EVM મશીન પહોંચાડી દીધા છે અને મતદાન કર્મચારીઓએ પણ તેમની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા કુલ 12 પ્રકારના દસ્તાવેજને મતદાન માટે ઓળખપત્ર તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે. એટલે, તમે મતદાન કરવા જાઓ ત્યારે નીચેનામાંથી કોઈ પણ એક દસ્તાવેજ ફોટો ઓળખપત્ર તરીકે તમારી સાથે અચૂક લઈ જશો.
1. ચૂંટણી ઓળખ પત્ર (ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલું ઈલેક્શન કાર્ડ)
2. ડ્રાઈવિંગ લાયસન્સ
3. પાસપોર્ટ
4. બેન્ક કે પોસ્ટ ઓફિસની પાસબૂક
5. સરકારી ઓળખપત્ર
6. આરોગ્ય વીમા કાર્ડ
7. નોકરીનું ઓળખપત્ર
8. પેન્શન દસ્તાવેજ
9. પાન કાર્ડ
10. સ્માર્ટ કાર્ડ
11. મનરેગા જોબ કાર્ડ
12. આધાર કાર્ડ
લોકસભા-2019 ગાંધીનગર બેઠકઃ ભાજપનો ગઢ સાચવવાની જવાબદારી અમિત શાહના શીરે
ગુજરાતમાં મતદાનનો કાર્યક્રમ
- મતદાનની તારીખઃ 23 એપ્રિલ, 2019
- મતદાનનો સમયઃ સવારે 7.00 કલાકથી સાંજે 6.00 કલાક
- મતગણતરીની તારીખઃ 23 મે, 2019
ગુજરાતમાં મતદાન મથક
- કુલઃ 51,709
- શહેરીઃ 17,330
- ગ્રામીણઃ 34,379
લોકસભા-2019 જામનગર બેઠકઃ આહિર વિ. આહિરના જંગમાં કોણ ફાવશે?
ગુજરાતમાં મતદાર
- કુલ મતદારઃ 4,47,46,179
- પુરુષ મતદારઃ 2,32,56,688
- મહિલા મતદારઃ 2,14,88,437
- ત્રીજી જાતિના મતદારઃ 1,05
લોકસભા-2019 મહેસાણા સીટઃ પાટીદારોનો ઢોળ કોના તરફ ઢળશે કળવું અઘરું?
ગુજરાતમાં વયજૂથ પ્રમાણે મતદારો
વયજૂથ મતદારની સંખ્યા
18-19 7,67,064
20-29 98,68,243
30-39 1,15,11,639
40-49 89,80,735
50-59 67,28,586
60-69 40,76,031
70-79 20,75,743
80+ 7,38,156
લોકસભા-2019 વલસાડ બેઠકઃ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ
ગુજરાતમાં લોકસભાની બેઠકઃ
- કુલ 26 (સામાન્ય-20, એસસી-2 અને એસટી-4)
- એસસી-2 સીટઃ કચ્છ(01), અમદાવાદ પશ્ચિમ(08)
- એસટી-4 સીટઃ દાહોદ(19), છોટા ઉદેપુર(21), બારડોલી(23), વલસાડ(26)
લોકસભા-2019 બારડોલી બેઠકઃ કોંગ્રેસની પરંપરાગત બેઠક પર ભાજપનો દબદબો
વિધાનસભાની 4 બેઠકો પર પેટા ચૂંટણીનું પણ મતદાન
- માણાવદર
- ઊંઝા
- ધ્રાંગધ્રા
- જામનગર ગ્રામ્ય