લોકસભા ચૂંટણીઃ પાટીદારોની નારાજગી અને શાહની બેઠક મુદ્દે બે દિગ્ગજોનું મોટું નિવેદન
લોકસભા ચૂંટણીમાં પાટીદારો નારાજ હોવાને મુદ્દે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે રાત્રે પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક કરી હતી, આ મુદ્દે શુક્રવારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ સી.કે.પટેલ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે
અમદાવાદ/મહેસાણાઃ લોકસભા ચૂંટણી 2019માં પણ 2017ની જેમ પાટીદાર ફેક્ટર ખૂબ જ મહત્વનું જણાઈ રહ્યું છે. ગુરૂવારે મોડી રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાટીદારોની ધાર્મિક સંસ્થાઓ- વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ખોડલધામ અને ઉમિયાધામના અગ્રણીઓ સાથે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠક બાદ રાજકીય વર્તૂળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પાટીદારોની ધાર્મિક સંસ્થાના આગેવાનો સાથેની બેઠક અંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક આર પી પટેલે ઝી 24 કલાકને જણાવ્યું કે, " આ બેઠકમાં પાટીદારો આંદોલન સમયના પડતર પ્રશ્નો મુદ્દે રજુઆત અમિત શાહ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. અગ્રણીઓએ પાટીદાર આંદોલન સમયના કેસો પાછા ખેંચવા, શહીદ યુવાનોના પરિવારોને સરકારી નોકરી આપવાની બાકી હોવાના મુદ્દે રજુઆત કરી હતી. તેમણે પાટીદાર સમાજની લાગણીને ભાજપના નેતાઓ સમક્ષ પહોંચાડી હતી."
ભાજપ અધ્યક્ષ અમિત શાહની પાટીદાર નેતાઓ સાથે મોડી રાત્રે બેઠક, જૂઓ અહેવાલ
આર.પી. પટેલે જણાવ્યું કે, આ બેઠકમાં પાટીદારોની ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ- વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ સી.કે. પટેલ, ખોડલધામ અને ઉમિયા ધામના અગ્રણી નેતાઓ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પાટીદારોની તમામ માગણીઓનો હકારાત્મક ઉકેલ લાવવા ખાતરી અપાઈ છે."
ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ મંડલ પંચ, રામ મંદિર, રાજીવ ગાંધીની હત્યા અને 1991ની ચૂંટણી
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ સી.કે. પટેલે આ બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું કે, "ભાજપના અધ્યક્ષ અમિત શાહની પાટીદાર સમાજના અગ્રણીઓ સાથેની આ માત્ર એક શુભેચ્છા મુલાકાત હતી. બેઠકમાં અમિત શાહ, વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદીપ સિંહ જાડેજા ઉપરાંત પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા. પાટીદાર આંદોલન દરમિયાન પાટીદાર સામે થયેલા કેટલાક કેસો હજુ પાછા ખેંચવાના બાકી છે તેના મુદ્દે ચર્ચા થઈ હતી. શહીદ યુવાનોના પરિવારના એક સભ્યને નોકરી આપવી, બિન અનામય આયોગના બજેટ અંગે પણ ચર્ચા થઈ હતી. સરકારનો અભિગમ સારો રહ્યો છે અને તમામ વચનો પૂરા કરવાની ખાતરી આપવામાં આવી હતી."
જુઓ અમદાવાદમાં અમિત શાહ સાથેની મુલાકાત બાદ સી.કે.પટેલની પ્રેસ કોન્ફરન્સ
સી.કે. પટેલે વધુમાં જણાવ્યું કે, "લોકસભાની ચૂંટણીમાં પાટીદારોની નારાજગી જેવી કોઈ વાત નથી. અમે નિત્યક્રમમાં આ રીતે અવાર-નવાર મળતા હોઈએ છીએ. એ ક્રમમાં જ આ મુલાકાત હતી. પાટીદાર સમાજ ભાજપ સાથે જ રહેશે. સમાજ હમેંશા રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલો છે. યુવાનોને પણ એ જ અપીલ છે કે તેઓ રાષ્ટ્રીય ભાવનાને ધ્યાને રાખે."
લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન
ગુરૂવારે અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયેલી પાટીદાર સમાજ સાથેની બેઠક અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, "વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની અમિત શાહ સાથે આર.પી. પટેલના ઘરે ગુરૂવારે રાત્રે બેઠક યોજાઈ હતી. ભાજપ દ્વારા લોકસભાની ટિકિટ ફાળવણીમાં બધા સમાજને સાચવી શકાતા નથી. વિધાનસભાની ચૂંટણીમાં તમામ સમાજના લોકોને સાચવી લેવાય છે. પાટીદારોને તમામ રીતે સંતોષ થાય તે પ્રકારે કામ કર્યું છે."