ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ બારડોલી બેઠખ પર આ વખતે કોંગ્રેસ દ્વારા અગાઉ અહીંથી બે વખત સાંસદ રહી ચુકેલા તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. તુષાર ચૌધરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના સુપુત્ર પણ છે. જેમની સામે ભાજપ દ્વારા 2014ની ચૂંટણીમાં તુષાર ચૌધરીને હરાવીને વિજેતા બનેલા પ્રભુ વસાવાને રીપિટ કરવામાં આવ્યા છે. એટલે અહીં આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ વખતે કાંટાની ટક્કર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બારડોલી લોકસભા (ST) બેઠક 2014માં કોંગ્રેસના ઉમેદવારને હરાવીને ભાજપે આંચકી હતી. આ બેઠક અગાઉ માંડવી તરીકે ઓળખાતી હતી ત્યારે કોંગ્રેસની પરંપરાગત બેઠક કહેવાતી હતી. માંડવી બેઠક પર યોજાયેલી 12માંથી 11 ચૂંટણી કોંગ્રેસે જીતી હતી. 2009માં નવા સિમાંકન બાદ ચીખલી વિધાનસભા તેનું નામ બારડોલી બેઠક કરાયું હતું. જેમાં ચીખલી વિધાનસભા બેઠકને કાઢી નાખીને સુરત શહેરના પુણા-કુંભારિયા સુધીના વિસ્તારનો અને માંગરણો (ST) વિધાનસભા બેઠકનો તેમાં સમાવેશ કરાયો હતો. ત્યાર પછી યોજાયેલી બે ચૂંટણીમાં પ્રથમ વખત કોંગ્રેસ અને 2014માં ભાજપનો વિજય થયો હતો. 


પૂર્વપટ્ટીના આદિવાસી મતદારો હજુ પણ કોંગ્રેસની સાથે છે, જ્યારે નગર અને શહેરના મતદારો ભાજપની મજબૂત વોટબેન્ક છે. આમ, આ બેઠક પર શહેરી મતદારો વધુ હોવાને કારણે તે બાબત ભાજપ માટે પ્લસ પોઈન્ટ છે. 


લોકસભા-2019 ગાંધીનગર બેઠકઃ ભાજપનો ગઢ સાચવવાની જવાબદારી અમિત શાહના શીરે 


સાંસદનું રિપોર્ટ કાર્ડ
પ્રભુ વસાવાની સંસદમાં હાજરી જોવા મળી છે. તેમણે સંસદમાં 187 પ્રશ્નો પુછ્યા છે અને 13 ચર્ચાઓમાં ભાગ લીધો છે. જોકે, બારડોલી લોકસભા વિસ્તારની પ્રજાના પ્રશ્નોને સંસદમાં રજૂ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. માંડવીથી મડીના સ્ટેટ હાઈવેને નેશનલ હાઈવે જાહેર કરાવ્યો છે અને તાપી નદી પર તુટેલા પુલને ફરીથી બાંધવાની મંજુરી મેળવવા જેવું અગત્યનું કામ કર્યું છે. 


લોકસભા-2019 ભાવનગર સીટઃ પ્રથમ વખત કોળી વિરુદ્ધ પટેલનો જંગ 


લોકસભામાં સમાવિષ્ઠ વિધાનસભા બેઠકો 
બારડોલી લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં ભાજપે 4 બેઠક અને કોંગ્રેસે 3 બેઠક પર વિજય મેળવેલો છે. બારડોલની બેઠકમાં નિઝર, વ્યારા, માંડવી, માંગરોળ, બારડોલી, મહુવા અને કામરેજનો સમાવેશ થાય છે. 
વિધાનસભા બેઠક    વિજેતા     ધારાસભ્ય
માંગરોળ(ST)         ભાજપ    ગણપત વસાવા
બારડોલી (SC)       ભાજપ    ઈશ્વર પરમાર
કામરેજ                 ભાજપ     વી.ડી. ઝાલવાડીયા
મહુવા                   ભાજપ     મોહન ઢોડિયા
માંડવી(ST)           કોંગ્રેસ      આનંદ ચૌધરી
વ્યારા (ST)           કોંગ્રેસ      પુનાજી ગામીત
નિઝર (ST)           કોંગ્રેસ      સુનીલ ગામીત 


લોકસભા-2019 મહેસાણા સીટઃ પાટીદારોનો ઢોળ કોના તરફ ઢળશે કળવું અઘરું?


મતદારો
પુરુષ મતદાર         9,28,441
મહિલા મતદાર       8,85,447
અન્ય જાતી                      19
કુલ મતદાર         18,13,908


લોકસભા-2019 જામનગર બેઠકઃ આહિર વિ. આહિરના જંગમાં કોણ ફાવશે? 


માંડવીમાંથી બારડોલી બેઠક બની 
બારડોલી બેઠક અગાઉ માંડવી લોકસભા બેઠક હતી. આઝાદીધી 1998 સુધી આ બેઠક પર સતત કોંગ્રેસ જીતતી આવી છે. કોંગ્રેસના સ્વ. છીતુ ગામીત સળંગ 7 ટર્મ સુધી આ બેઠક પર સાંસદ રહ્યા છે. 2009માં સિમાંકન થવાની સાથે જ માંડવીમાંથી બારડોલી લોકસભા બેઠક બની હતી. 1999માં ભાજપના માનસિંહ પટેલે આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી હતી. જોકે, 2004માં કોંગ્રેસના ડો. તુષાર ચૌધરીએ ભાજપને હરાવીને આ બેઠક પર ફરી કબ્જો જમાવ્યો હતો અને 2009માં પણ તેઓ વિજેતા બન્યા હતા. 2014માં દેશમાં ચાલેલી મોદી લહેરમાં બારડોલી બેઠક કોંગ્રેસ પાસેથી છીનવાઈ ગઈ હતી અને ભાજપના પ્રભુ વસાવા આ બેઠક પર વિજેતા બન્યા હતા. 


લોકસભા-2019 અમરેલી બેઠકઃ વર્તમાન સાંસદ વિ. વર્તમાન ધારાસભ્ચ વચ્ચે જંગ 


ચૂંટણીમાં અસર કરનારા પરિબળો
ભાજપ દ્વારા આ બેઠક પર વર્તમાન સાંસદ પ્રભુ વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે. જોકે, સુરત અને તાપી જિલ્લામાં પ્રભુ વસાવાએ દત્તક લીધેલા ગામોમાં પણ પુરતી સુવિધાઓનો વિકાસ થયો ન હોવાને કારણે લોકોમાં ભારે નારાજગી છે. સુરત અને તાપી જિલ્લાના અનેક વિસ્તારોમાં લોકસંપર્ક ન હોવાને કારણે સાંસદ વિરોધી પોસ્ટરો પણ અત્યારે લાગ્યા છે. જેની સામે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીનો લોકસંપર્ક વધુ રહ્યો છે. તેમના પિતા પણ એક સમયે રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ બાબત પણ ભાજપને નુકસાન કરી શકે છે. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...