સંદીપ વસાવા/માંડવી: સુરત જિલ્લાના માંડવી તાલુકાના એક આશ્રમ શાળાના શિક્ષકની લંપટલીલા સામે આવી છે. પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી બાળકીઓને મોબાઈલમાં અશ્લીલ વિડિઓ બતાવી શારીરિક ચેડાં કરતો હતો. એક બાળકીએ પોતાના દાદાને ઘટનાની જાણ કરતા લંપટ શિક્ષકનો ભાંડો ફૂટ્યો હતો, પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી લંપ્ત શિક્ષકની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપીના મોબાઈલની સર્ચ હિસ્ટ્રીમાં અશ્લીલ વેબસાઈટ્સ
સુરતના માંડવી તાલુકાની આશ્રમ શાળાના શિક્ષકની લંપટલીલા સામે આવી છે. પાંચમા ધોરણની બાળકીઓને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી શારીરિક ચેડાં કરતો હતો. છેલ્લા 3 થી 4 મહિનાથી આ સિલસિલો ચાલી રહ્યો હતો. શિક્ષકની આ વર્તણુંકની એક બાળકીએ તેના દાદાને જાણ કરતા તેનો ભાંડો ફુટ્યો હતો. ફરિયાદીના દાદાએ હકીકતની ખરાઈ કરી પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં તપાસમાં એવો પણ ખુલાસો થયો હતો, અન્ય સગીરાએ પણ આ શિક્ષકની અશોભનીય હરકતનો ભોગ બની ચુકી છે. આરોપીના મોબાઈલની સર્ચ હિસ્ટ્રીમાં અશ્લીલ વેબસાઈટ્સ પણ મળી આવી. આરોપ એવા પણ કરવામાં આવ્યા છે કે, આ ઘટનાની જાણ શાળાના મહિલા આચાર્યને કરવામાં આવી હતી. પરંતુ તેમણે કોઈ પગલાં કેમ ન લીધા તે સવાલ ઉઠી રહ્યા છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત અલગ અલગ ક્લોમો ઉમેરી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ માટે આરોપીના મોબાઈલને FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.


સગીરાએ હેવાનિયતની જાણ મોબાઈલ પર રડતા મોઢે દાદાને સંભળાવી
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, માંડવી તાલુકાના એક આશ્રમ શાળાના શિક્ષકની લંપટલીલા સામે આવી છે, હાર્દિક સુધીર પંડ્યા નામનો આ લંપટ શિક્ષક આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતી સગીર વયની માસુમ બાળકીઓ સાથે છેલ્લા ત્રણ ચાર મહિનાથી શારીરિક અડપલા કરી રહ્યો હતો, આ લંપટ શિક્ષક માસુમ બાળકીઓને એકલતાનો લાભ મળે ત્યારે પોતાના મોબાઈલમા અશ્લીલ વિડિઓ પણ બતાવતો હતો. જોકે આશ્રમ શાળામા અભ્યાસ કરતી એક સગીરા એ પોતાની સાથે થઇ રહેલ હેવાનિયતની મોબાઈલ પર રડતા મોઢે પોતા દાદાને સંભળાવી હતી, જેથી આશ્રમ શાળા પર દોડી આવેલા દાદા એ પોતાની પૌત્રી પાસે અને આશ્રમ શાળાના શિક્ષકો સાથે ખરાય કરી હતી અને ત્યાર બાદ માંડવી પોલીસને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. 


લંપટ શિક્ષક હાર્દિક પંડ્યાની ધરપકડ
માંડવી પોલીસે ઘટનાની ગંભીરતા સમજી આશ્રમ શાળાએ જઈ લંપટ શિક્ષક હાર્દિક પંડ્યા ની ધરપકડ કરી લીધી હતી પોલીસ તપાસમા ખુલ્યું હતું કે આ લંપટ શિક્ષક ફરિયાદ સગીરા સિવાય અન્ય ત્રણ સગીરાઓ સાથે પણ આ રીતનુ પાશ્વી કૃત્યો કરી રહ્યો હતો, સગીરાઓ ના નિવેદન બાદ લંપટ શિક્ષકનો મોબાઈલ પોલીસે કબ્જે લઇ તપાસ કરતા મોબાઈલની સર્ચ હિસ્ટ્રીમાંથી પણ અશ્લીલ વેબસાઈટો મળી આવી હતી. ઘટનાની સિલસિલો જુલાઈ માસ થી શરૂ થયો હતો. દોઢ વર્ષ પહેલા ભાવનગરથી આવી આશ્રમ શાળામા પોતાની નોકરી શરૂ કરી હતી અને ગત જુલાઈ માસથી પોતાની લંપટલીલા આચારવાનું શરૂ કર્યું હતું.


ગત 15 ઓગસ્ટના દિવસે લંપટ શિક્ષકે કર્યું હતું કૃત્ય
જોકે ગત 15 ઓગસ્ટના દિવસે આ લંપટ શિક્ષકે કરેલા કૃત્ય ની જાણ સગીરાએ આશ્રમ શાળામાં જમવાનું બનાવતા મહિલા કર્મચારી ને કરી હતી અને આ મહિલા કર્મચારી એ બીજા દિવસે શાળાના મહિલા આચાર્યને ઘટનાથી વાકેફ કર્યા હતા છતાં પણ મહિલા આચાર્ય દ્વારા પોતા ઉપરી અધિકારીને અથવા તો પોલીસને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કેમ ન કરી તે પણ એક પ્રશ્ન છે, આતો સગીરા એ હિમ્મત કરી અને પોતાના દાદાને જાણ કરતાં સમગ્ર ઘટના બહાર આવી નહીં તો આ લંપટ શિક્ષક કદાચ સગીરાને પીખી નાંખે તો એનો જવાબદાર કોણ?


મોબાઈલને એફ.એલ.એસ.માં મોકલવાની તજવીજ
હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત અલગ અલગ ક્લોમો ઉમેરી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ માટે આરોપીના મોબાઈલને એફ.એલ.એસ.મા મોકલવાની તજવીજ હાથ ધરી છે. આવી એક નહિ અનેક આશ્રમ શાળામાં આજ પ્રકારના કિસ્સાઓ પણ ભૂતકાળમાં સામે આવ્યા છે. ત્યારે ચોક્કસ થી આદિજાતિ વિભાગ અને પોલીસ આશ્રમ શાળા બાબતે કેવા પ્રકારની તકેદારી રાખે છે તે જોવું રહેશે.