મહીસાગર : મોડી રાત્રે ખલાસપુર ગામ પાસે લુણાવાડા મામલતદારની સરકારી ગાડી અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે ગમખ્વાર અકસમાત સર્જાયો હતો. જેના પગલે મામલતદાર રાકેશ ડામોર સહિત ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન અશોક ટ્રાવેલ્સની બસ સાથે સામસામે અકસ્માત થયો હતો. લુણાવાડા મામલતદાર રાકેશ ડામોર સરકારી ગાડીમાં મોડી રાત્રે પેટ્રોલિંગ કરવા માટે ગયા હતા. દરમિયાન લુણાવાડાના ખલાસપુર ગામ પાસે સામેથી આવતી ખાનગી અશોક ટ્રાવેલ્સની બસ સાથે અકસ્માત સર્જાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારે કોરોનાથી ગુજરાતનાં 5 કરોડ લોકોને બચાવવા આ મંત્રાલયને સોંપી હતી ખાસ જવાબદારી

આ અકસ્માતમાં મામલતદાર અશોક ડામોર અને વિજયરાજ પગીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટના અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મામલતદારની ગાડીના ફુરચે ફુરચા ઉડી ગયા તા. ગાડીની જમણી બાજુની સાઇડ ચિરાઇ ગઇ હતી. જેમાં ડ્રાઇવરને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે મામલતદારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube