મોદી સરકારે કોરોનાથી ગુજરાતનાં 5 કરોડ લોકોને બચાવવા આ મંત્રાલયને સોંપી હતી ખાસ જવાબદારી

૨.૦૦ કરોડથી વધારે નાગરિકોએ લીધો લાભ 

Updated By: Jan 2, 2021, 10:13 PM IST
મોદી સરકારે કોરોનાથી ગુજરાતનાં 5 કરોડ લોકોને બચાવવા આ મંત્રાલયને સોંપી હતી ખાસ જવાબદારી

* રાજયમાં ૧૦,૧૯,૯૮,૬૦૪ થી વધુ અમૃતપેય- આયુર્વેદ ઉકાળાના ડોઝ સરકારી આયુર્વેદ હોસ્પીટલ તેમજ દવાખાનાઓ દ્દારા તૈયાર કરી વિના મૂલ્યે પૂરા પડાયા : ૨.૦૦ કરોડથી વધારે નાગરિકોએ લીધો લાભ 
* રોગપ્રતિરોધક ઔષધ પુરા પાડવામાં અને કોરોના પોઝીટીવ દર્દીઓને ચિકિત્સા આપવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર
* ૭૧,૧૧,૭૮૪ સંશમની વટી વિતરણ : ૬,૧૧,૮૪,૦૧૧ કરોડ લોકોને આર્સેનિકમ આલ્બમ વિતરણ 
* કવોરન્ટાઈન થયેલ ૩૪,૦૦૦ જેટલા લોકોને ખાસ આયુષ સારવારથી આરક્ષિત કરાયા

અમદાવાદ : રાજયમાં કોવિડ-૧૯ સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ થકી સમયબદ્ધ આયોજન કરીને નાગરિકોને આયુષ પ્રભાગ દ્વારા આયુર્વેદ અને હોમીયોપેથી પધ્ધતિથી સ્વસ્થ રહેવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માર્ચ-૨૦૨૦થી મોટાપાયે કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામે રોગપ્રતિરોધક ઔષધ પુરા પાડવામાં અને કોરોના પોઝીટીવ દર્દીઓને ચિકિત્સા આપવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યુ છે. 

માનવભક્ષી દીપડાએ બાઇક સવાર પર હુમલો કર્યો, 200 ફુટ ઉંડે લઇ જઇને ધડથી માથુ અલગ કર્યું

રાજય સરકાર દ્વારા આયુષના ઔષધોથી કોવીડ-૧૯ સામે રક્ષણ મેળવવાના માટે જનજાગૃતિ કેળવવા અને આયુર્વેદ જીવન પધ્ધતિ અને ઔષધો માટે લોકોમાં જાગૃતી લાવવામાં આવી રહી છે.  રોગ પ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદ અને હોમીયોપેથી ઔષધોનું મોટા પ્રમાણમાં લોકોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યુ છે. તદ્દઅનુસાર ૧૦,૧૯,૯૮,૬૦૪ થી વધુ અમૃતપેય- આયુર્વેદ ઉકાળાના ડોઝ સરકારી આયુર્વેદ હોસ્પીટલ તેમજ દવાખાનાઓ દ્દારા તૈયાર કરી વિનામૂલ્યે આમ ૫ થી ૭ દિવસ એક સ્થાન પર નાગરિકોને વિતરણ કરવામાં આવ્યા છે. જેનો ૨.૦૦ કરોડથી પણ વધારે નાગરિકોએ લાભ લીધો છે. તે જ રીતે ૭૧,૧૧,૭૮૪ સંશમની વટીનું,૬,૧૧,૮૪,૦૧૧ કરોડ લોકોને આર્સેનિકમ આલ્બમ (હોમીયોપેથી) વિતરણ કરવામાં આવ્યું છે. 

વડોદરા: 9માં ધોરણમાં બળતા કિશોરે કહ્યું આ દુનિયા આપણને એક નહી થવા દે અને...

આ ઉપરાંત કવોરન્ટાઈન થયેલ ૩૪,૦૦૦ જેટલા નાગરિકોને ખાસ આયુષ સારવારથી આરક્ષિત કરાયા છે. ૪૦,૦૪૫ (૩૨૨૪૨ જેટલા આયુર્વેદ, ૭૮૦૩ હોમીયોપેથી દર્દીઓ)જેટલા કોવીડ પોઝીટીવ દર્દીઓ ડીસીએચ (માઈલ્ડ લક્ષણયુકત દર્દી) તેમજ ડીસીએચસી (લક્ષણરહિત દર્દી) ખાતે દાખલ હતા. તેમને આયુર્વેદ તથા હોમીયોપેથી સારવાર આપવામાં આવી. જેમાંથી ૧ ટકા થી પણ ઓછા લોકોના લક્ષણ વધતા વધુ સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. રાજયભરના તમામ જિલ્લાઓમાં તથા શહેરોમાં ધન્વંતરી રથ દ્દારા આયુર્વેદ અમૃતપેય ઉકાળા, સંશમની વટી તથા હોમીયોપેથી આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સીનું સ્થળ ઉપર જઈને મહત્તમ લોકોને ઔષધોનું વિનામૂલ્યે પુરી પાડવામાં આવી રહી છે.  

આર્થિક સંકડામણથી કંટાળેલા એક જ પરિવારના 4 લોકોએ આત્મહત્યા કરી લેતા ચકચાર

આ ઉપરાંત ૬૫ વર્ષથી વધુ ઉંમરના વૃધ્ધો, ડાયાબીટીસ અને હાઈબીપીના દર્દીઓ, સગર્ભા સ્ત્રીઓ અને બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ જળવાય રહે અને વધે તે માટે આયુષ ઔષધીય કીટ તૈયાર કરી. રાજયના ૧૪ જિલ્લાઆોમાં લોકોને આયુષ ઔષધ કીટ વિતરણ કરવામાં આવી છે.  હાલના  ઋતુસંધિ અને રોગચાળાના આ સમયમાં લોકો મહત્તમ આયુષ અપનાવે અને સ્વસ્થ રહે તેવો રાજયના નાગરિકોને  અનુરોધ કરાયો છે. રાજયભરમાં ૫૬૮ આયુર્વેદ દવાખાના, ૨૭૨ હોમીયોપેથી દવાખાના અને ૩૯ આયુર્વેદ હોસ્પીટલ કાર્યરત છે  જેની માહિતી www.ayush.gujarat.gov.in ઉપરથી મેળવી શકાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube