રક્તરંજિત મંગળવાર : વડોદરા હાઈવે પર બસ-ટ્રેલર અકસ્માતમાં 6 મુસાફરોના મોત, બસના પતરા કાપીને બધાને બહાર કઢાયા
Vadodara Bus Accident : વડોદરામાં લક્ઝરી બસ અને ટ્રેલરના અકસ્માતમાં 4 મુસાફરોનાં મોત... ઓવરટેક કરવા જતાં સમયે બસ ટ્રેલર સાથે અથડાઈ.... અકસ્માત સર્જાયા બાદ ટ્રેલર ચાલક ફરાર થયો
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના કપુરાઈ બ્રિજ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ અને ટ્રેલરનો થયેલા ગમખ્વાર અકસ્માતમાં 6 મુસાફરોના મોત નિપજ્યા છે. તો 15 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ બસ રાજસ્થાનના ભીલવાડથી મુંબઈ જઈ રહી હતી, ત્યારે ઓવરટેક કરવા જતાં સમયે બસ ટ્રેલર સાથે અથડાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાનાં કપુરાઇ બ્રિજ નેશનલ હાઇવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન ભીલવાડાથી બોમ્બે જતી લકઝરી બસ મુસાફરોથી ભરેલી હતી. ત્યારે આ બસનો ટ્રેલર સાથે અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરતા સમયે ઘઉં ભરેલા ટ્રેલર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 મુસાફરોના સ્થળ પર મોત થયા હતા. તો 17 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ 2 મુસાફરોના મોત નિપજ્યા છે. આમ, અકસ્માતમાં મોતનો આંકડો 6 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો : દિવાળી પહેલા સરકારની ગુજરાતીઓને મોટી ભેટ, વર્ષમાં 2 સિલિન્ડર ફ્રી મળશે
અકસ્માત થયા બાદ ટ્રેલર ચાલર ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. આ ટ્રેલરમાં ઘઉં ભરેલા હતા. અકસ્માત બાદ લક્ઝરી બસની સ્થિતિ એટલી ખરાબ હતી કે, બસના પતરા કાપીને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હાઇવે પર રફ ડ્રાઇવિંગ કરતા બસ ચાલકો અંગે વારંવાર ફરિયાદ થઇ છે. થતાં કોઈ પગલા લેવાતા નથી. હાઈવે પર અનેક વાહનચાલકો બેફાન વાહનો હંકારતા હોય છે જેને પગલે આવા અકસ્માતો સર્જાતા રહે છે.