ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલા મા અમૃતમ કાર્ડ યોજનાનો લાભ લેવામાં અમાદવાદ જિલ્લો અગ્રક્રમે ચાલી રહ્યો છે. અમદવાદ મહાનગર પાલિકા અને અમદાવાદ જિલ્લાના નાગરિકોએ આ કાર્ડ થકી અત્યાર સુધીમાં 300 કરોડની સારવાર મફતમાં કરાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : જંગલી ઈયળોના ત્રાસથી ગુજરાતના આ ગામના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે


ગુજરાત સરકાર દ્વારા મા અમૃતમ કાર્ડ ધારક પરિવારને 3 લાખ સુધીની સારવાર નોંધાયેલી હોસ્પિટલમાં મફત પૂરી પાડવામાં આવે છે. જેનો લાભ આજે મહત્તમ લોકો લઇ રહ્યાં છે. અમદાવાદના પરિપ્રેક્ષ્યમાં નજર કરીએ તો અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારના 75,485 લોકોને મા કાર્ડ અને 295674 લોકોને મા વાત્સલ્ય કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 78702 લોકોને મા કાર્ડ અને 128544 લોકોને મા વાત્સલ્ય કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગર પાલિકાના વિસ્તારના કુલ 176507 ક્લેમ કરવામાં આવ્યા છે. જેમા સરકાર દ્વારા 282 કરોડ 16 લાખ 84 હજાર 148 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. જ્યારે
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 37560 ક્લેમ કરવામાં આવ્યા છે. જેમાં સરકાર દ્વારા 78 કરોડ 89 લાખ 59 હજાર 465 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. આખા અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો, અત્યાર સુધીમાં સરકારે દર્દીઓની મફત સારવાર પેટે 361 કરોડ 6 લાખ 44 હજાર 249 રૂપિયાની સારવાર કરી છે.


ભરૂચ : 200 કરોડની કરચોરી તપાસમાં અધિકારીઓ જ્યારે ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા, તો ભોંઠા પડી ગયા


આ વિશે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા યાદવ કહે છે કે, ગુજરાત સરકારની યોજના સિવાય રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કુલ 3 લાખ 81 હજાર 216 લોકોને ગોલ્ડન કાર્ડ આપવામાં આવ્યા છે. હજુ 4654 કાર્ડ પેન્ડીંગ છે અને 34300 લોકોની અરજી રિજેક્ટ કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા યોજના સાથે જોડાયેલી હોસ્પિટલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. દરેક હોસ્પિટલમાં એક કર્મચારીની નિયુક્તિ કરવામાં આવી છે, જે યોજનાનો લાભ લેવા ઇચ્છતા લોકોને યોગ્ય માર્ગદર્શન આપી શકે. જો નોંધાયેલી કોઇ હોસ્પિટલ આ યોજનાનો લાભ આપવાનો ઈન્કાર કરે તો તે હોસ્પિટલને સજા કરવાની જોગવાઇ પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામા આવી છે.


કાલસર લવ જેહાદ કેસ : મુસ્લિમ યુવકને આજીવન કેદની સજા, સગીરાની નહેરમાં ફેંકી હત્યા કરી હતી


સરકારની આ યોજના માટે અનેક લોકો લાઇન લગાવીને ઉભા છે. જોકે આજે જે લોકો પાસે કાર્ડ છે, તેની યોગ્ય સારવાર ન થતા હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે. ત્યારે સરકાર હવે આ યોજનાના યોગ્ય અમલીકરણ માટે કઇ રીતે પગલાં લે છે તેના પર લોકોની નજર મંડરાયેલી છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :