રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :રાજ્યમાં હજી પણ પ્રિ મોનસૂન એક્ટિવિટી સક્રિય છે. જેથી કરીને આજથી 5 દિવસ સુધી રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયકલોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં વરસાદ પડશે. ત્યારે ગઈકાલે કચ્છમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં વીજળી પડવાથી એક માલધારીનું મોત નિપજ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરણ-10નું ગણિતનું પેપર અઘરું હતું, પણ રાજકોટના ઓમે 100માંથી 100 મેળવ્યાં 


પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના મોટા આસંબીયા સીમમાં વીજળી પડવાથી બાર ઘેંટા બકરાને ચરાવવા નીકળેલા માલધારીનું મૃત્યુ થયું છે. માંડવીના મોટા આસંબીયાની અરેરાટી ભરી ઘટના મોડી રાત્રે બહાર આવી હતી. વરસાદથી બચવા માલ સાથે માલધારીએ ડેલામાં આશરે લીધો અને અને એ જ ડેલામાં વીજળી ત્રાટકી હતી. જેથી માલધારીનું મોત નિપજ્યું છે. મોડી સાંજે વરસતા વરસાદમાં આકાશી વીજળી પડતા બાર ઘેટા બકરા સાથે તેના પાલકનું મોત કુદરતી પ્રકોપની આ ઘટનાથી અરેરાટી સાથે ગામમાં શોક વ્યાપી ગયો છે. મોડી સાંજે વરસતા વરસાદથી બચવા માટે એક ડેલામાં પોતાના માલ સાથે આશરે લીધો તે દરમ્યાન વરસાદની હેલીઓ વચ્ચે વીજળી આ ડેલા ઉપર પડતા અંદર રહેલા ઘેટા બકરા સાથે પાલક પણ બળી ગયા હતા. મોડી રાત્રે શોધખોળ પછી ડેલામાં માલધારી મૃત હાલતમાં ભડથું થયેલા મળ્યા હતા. 


ચાની કીટલી પર કામ કરતા યુવકે બદલો લેવા મિત્રના નામે ખંડણીનો પત્ર લખ્યો, અને પછી... 


ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદે દસ્તક આપી છે. તો ગઈકાલે અમરેલીના બગસરાના હામાપુરમાં બળદ ગાડા સાથે 7 લોકો પાણીના પ્રવાહમાં તણાયાની ઘટના પણ બની હતી. જેમાં 4ના મોત નિપજ્યા હતા અને 3 નો આબાદ બચાવ થયો હતો. બે મહિલા અને બે બાળકોના મોત નિપજ્યા હતા. મૃતકોની લાશ ખીજડિયા ગામ નજીકથી મળી આવી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર