ચિરાગ જોશી/ વડોદરાઃ આગામી  19 જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દ્વારા વડોદરા જિલ્લાના ત્રણ ધારાસભ્યો સંપર્કમાં હોવાનો દાવો કરતાં જ રાજકારણ ગરમાયું હતું. જેને લઇ વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા હાર્દિક પટેલ ના તમામ દાવાઓ પોકળ સાબિત ગણાવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધુ શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાર્દિક પટેલ જુઠ્ઠાણું ચલાવી રહ્યો છે. સાથે જ પોતાના ધારાસભ્યોને સાચવવાની સલાહ મધુ શ્રીવાસ્તવ દ્વારા આપવામાં આવી હતી. પરંતુ બીજી બાજુ મધુ શ્રીવાસ્તવ દ્વારા સરકારનું ધ્યાન દોર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર હાલ ભાજપની છે અને તેવા સંજોગોમાં પણ ધાર્મિક સ્થાનોને મહત્વ આપવામાં આવતું નથી. અધિકારીઓ ધારાસભ્યના કામ નથી કરી રહ્યા જેથી આ વિષય પર ધ્યાન આપે એવા સૂચનો કરવામાં આવ્યા હતા.


BTPના છોટુ વસાવાનું નિવેદન, મતની જરૂર પડે ત્યારે જ મતલબી લોકો વાત કરે છે


એટલું જ નહીં રાજ્યસભામાં ત્રણેય સીટ ભાજપની આવશે તેઓ દાવો સ્પષ્ટ કર્યો હતો. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા અનેક વખત સરકારી અધિકારીઓનો વિરોધ કર્યો છે તે વિરોધ આજે પણ યથાવત્ જ હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ઝી મીડિયાના માધ્યમથી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે હું જીવું છું ત્યાં સુધી પક્ષપલટો નહીં કરું હું કદી કોંગ્રેસમાં નહીં જાઉં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


જુઓ LIVE TV