સુરતમાંથી બાઇક ચોરી કરીને ચોર ભાગી જતા મધ્યપ્રદેશ, પોલીસે આ રીતે પકડ્યાં આરોપી
* સુરત ગ્રામ્યમાં વાહન ચોરીના કિસ્સા વધતા પોલીસ આવી હરકતમાં
* સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે શંકાના આધારે બેને ઝડપી પાડ્યા
* બે પૈકી એક સગીર હોવાથી પોલીસે સગીરને બાળ ગૃહમાં મોકલી આપ્યો
* પણ અન્ય એક આરોપીની પૂછપરછમાં એક નહી પણ ત્રણ જીલ્લાના ૧૫ કેસ ઉકેલાઈ ગયા
કિરણસિંહ ગોહિલ/સુરત : આંતર રાજ્ય વાહન ચોરી કરતી ગેંગનો પર્દાફાશ. આ ગેંગ ગુજરાતના અલગ અલગ શહેરોમાં મજુરી કામ માટે આવતા અને દિવસે મજુરી કામ કરી રેકી કરતા અને રાત પડતા બાઈક ચોરીને રાતોરાત મધ્યપ્રદેશ ભાગી જતા હતા. સુરત ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચોરીમાં વધારો થતા સુરત ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી અને એક શંકાસ્પદ યુવક ઝડપાયો અને તેની પૂછપરછમાં જે હકીકત બહાર આવી ખુદ પોલીસ પણ ચોકી ગઈ. આરોપીએ શું કરી કબુલાત અને ગુજરાતના ક્યાં ક્યાં જીલ્લામાંથી વહન ચોરીને અંજામ આપ્યો હતો.
સાચા બાપની હોય તો એસિડ પી જા અને પોલીસ કોન્સ્ટેબલની પત્ની એસિડ પી ગઇ પછી...
સુરત ગ્રામ્ય પોલીસના જાપ્તામાં ઉભેલા આ યુવાનનું નામ છે નરેશ ગુજરિયા કલેશ. આરોપીની ઉમર માત્ર ૨૦ વરસની છે, પણ પોલીસે આરોપી પાસેથી સુરત ગ્રામ્ય, શહેર અને નવસારી, છોટાઉદેપુર વિસ્તારમાંથી ચોરેલી ૩૦ બાઈક કબજે કરી છે. આરોપી નરેશ તો માત્ર સાગરિત છે. મુખ્ય ચાર આરોપી જેઓ વોન્ટેડ છે. જે પકડાશે પછી અન્ય વાહન ચોરીના વધુ ભેદ ઉકેલાશે. કેમકે આ આરોપીઓ ગુજરાતના અલગ અલગ જીલ્લામાંથી બાઈક ચોરીને રાતોરાત મધ્યપ્રદેશ ભાગી જતા અને સસ્તા ભાવે બાઈક વેચી મારતા હતા.
અમદાવાદની સિટી ગોલ્ડ થિયેટરમાં પગાર લેવા ગયેલા કર્મચારીને મળ્યું મોત !
આરોપીઓ ની શું હતી મોડસ ઓપરન્ડી
તમામ આરોપી મધ્યપ્રદેશના અલીરાજપુર ગામના અને ગુજરાતમાં બાંધકામ સાઈટ પર આવતા મજુરી કામ માટે અને દિવસ દરમ્યાન સોસાયટીઓમાં બાંધકામ સાઈટ પર મજુરી કરતા અને સાથે સોસાયટીમાં રેકી કરતા અને રાત્રે સોસાયટીમાંથી ઘર બહાર પાર્ક કારેલી બાઈકની ચોરી કરી રાતોરાત મધ્યપ્રદેશ ચોરેલી બાઈક મોકલી આપતા અને મધ્યપ્રદેશમાં સસ્તા ભાવે વેચી મારતા હતા.
લો બોલો ! એક માછલીને કારણે આખા જિલ્લાની પોલીસને દોડતી થઇ
સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસના હેડ કોન્સ્ટેબલ દીપેશ મેસુરીયા અને પોલીસ કોન્સેબલ વિક્રમને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશની બાઈક ચોરી કરતી ગેન્ગના સભ્યો ચોરેલી બાઈક વેચવા આવવાના છે. જેના આધારે સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસની આખી ટીમ વોચમાં હતી. ત્યારે બે શંકાસ્પદ યુવાનોને ઝડપી પાડતા આંતરરાજ્ય બાઈક ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો. હાલતો પી.આઈ બી.કે.ખાચર વધુ તપાસ કરી રહ્યા છે અને બાઈક ચોરીના માસ્તર માઈન્ડ વોન્ટેડ ચાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે, ફરાર આરોપી ઝડપાશે પછી વધુ બાઈક ચોરીનો ભેદ ઉકેલાશે.
GUJARAT CORONA UPDATE: નવા 890 કોરોના દર્દી, 1002 સાજા થયા, 07 દર્દીઓનાં કોરોનાને કારણે મોત
સુરત ગ્રામ્ય વિસ્તારમાં આ મધ્ય પ્રદેશની ગેંગે હાહાકાર મચાવી દીધો હતો .વાહન ચોરીના કેસ વધતા ગ્રામ્ય વિસ્તારના લોકો પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા હતા ત્યારે સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે આ મધ્યપ્રદેશની ગેંગને બેનકાબ કરી ૩૦ જેટલા વાહનો કબજે કરી વધુ તપાસ કરી રહ્યા છે.ત્યારે હવે લોકો પણ માંગ કરી રહ્યા છે કે આવા રીઢા વાહન ચોરોને યોગ્ય સજા થવી જોઈએ જેથી કરી સુરત ગ્રામ્ય વિસ્તાર સુરક્ષિત રહે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube