અમિત રાજપૂત/અમદાવાદ :ઉત્તરપ્રદેશની નૈની સેન્ટ્રલ જેલમાં બંધ બાહુબલી નેતાની છાપ ધરાવતો પૂર્વ સાંસદ અને ગેંગસ્ટર અતીક અહમદને આજે સવારે અમદાવાદ લવાયો. જેને પગલે એરપોર્ટ પર ગુજરાત પોલીસ અને યુપી પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. હવે અતીક અહેમદને અમદાવાદની સાબરમતી જેલમાં રખાશે. અતીક અહેમદ પર હત્યા સહિત અનેક મોટા અપરાધના કેસ દાખલ કરાયેલા છે. યુપીની જેલમાં મારપીટ બાદ સુપ્રિમ કોર્ટે અતીક અહેમદને ગુજરાતની જેલમાં બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે અતીકની સાથે તેના કેટલાક સંબંધીઓ અને સમર્થકો પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. બધાના આશ્ચર્ય વચ્ચે અતીકનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  


અમાસ ફળી : નર્મદામાં પાણી છોડાતા બ્રાહ્મણો-નાવિકોને રોજીરોટી મળવાની આશા ફરી બંધાઈ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બરેલીથી પ્રયાગરાજના સેન્ટ્રલ જેલમાંથી મોકલવામાં આવેલ માફીયામાંથી નેતા બનેલ અતીક અહેમદને આજે અમદાવાદની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો છે. શનિવારે અતીકને ગુજરાતની જેલમાં શિફ્ટ કરવાનો આદેશ આવી ગયો હતો. તેને યુપીમાં કડક સુરક્ષા વચ્ચે સવારે એમ્બ્યુલન્સ દ્વારા વારાણસીના લાલબહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. તેની સુરક્ષા માટે ડેપ્યુટી જેલર, સીઓ તેમજ બે વાહનોથી ખીચોખીચ પોલીસ હતી. તેને સ્પાઈસજેટના વિમાન એસજી-972 દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યારે હવે અમદાવાદની સાબરમતી જેલ અતીકનું નવુ સરનામુ બની છે. ઉલ્લેખનીય છે કે, અપહરણ, ઉચાપત, ધમકી આપવાના અનેક કેસોમાં બંધ અતીક અહેમદને વીઆઈપી સુરક્ષા મળતી રહી છે. દેવરિયા જેલમાં પણ તેનો જલવો કાયમ રહ્યો હતો.  


ગરમીના અસહ્ય મારથી ગુજરાતનું ગ્રીનેસ્ટ સિટી ગાંધીનગર પણ ન બચ્યું, પારો 45 ડિગ્રીએ પહોંચ્યો


અતીક અહેમદનો ગુનાહીત ઈતિહાસ 
અતીક અહેમદનો ગુનાહીત ઈતિહાસ બહુ મોટો છે. અતીક અહેમદની ગુનાહીત કુંડળી પર નજર કરીએ તો, અતીક અહેમદનો જન્મ 10 ઓગસ્ટ 1962ના રોજ થયો. અતીક મૂળ યુપીના દેવરિયાનો રહેવાસી છે. ગુનાહીત પ્રવૃત્તિમાંથી રાજકારણમાં આવેલો અતીક અહેમદ યુપીની ફૂલપુર બેઠક પરથી સાંસદ રહી ચુક્યો છે. 17 વર્ષની ઉંમરે 1979માં અલ્હાબાદમાં અતીક સામે પ્રથમ હત્યાનો ગુનો નોંધાયો હતો. અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ પર 150 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. અતિક સામે યુપી સહિત અન્ય રાજ્યોમાં ગંભીર ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. પૂર્વાંચલ અને અલ્હાબાદમાં સરકારી કોન્ટ્રેક્ટ, ખનન અને વસૂલીના અનેક મામલામાં તેનું નામ આવ્યું હતું. અતીક અહમદ સામે ઉત્તર પ્રદેશના લખનઉ, કૌશામ્બી, ચિત્રકૂટ, અલ્હાબાદ સાથે બિહાર રાજ્યમાં પણ હત્યા, અપહરણ, વસૂલી વગેરે મામલા દાખલ છે. અતીકની સામે સૌથી વધુ મામલા અલ્હાબાદ જિલ્લામાં દાખલ થયેલા છે.


એરપોર્ટ પર આતીકના સમર્થકો ઉમટ્યા હતા
 જ્યારે અતીક અહેમદને અમદાવાદ એરપોર્ટ લવાયો તે સમયે એરપોર્ટ પર તેના સમર્થકો મોટી સંખ્યામાં જોવા મળ્યાં હતા. અતીક અહેમદના ગુનામાં ચોંકાવનારી વાત એ છે કે જ્યારે પણ અતીકને કોઈ શહેરમાં ટ્રાન્સફર કરાય છે ત્યારે તેના ગુંડાઓ પણ તે શહેરમાં આવી જાય અને ત્યાં પોતાની ગુંડાગર્દીની પ્રવૃત્તિઓ શરૂ કરી દે છે. ત્યારે હવે અતીક અહેમદને અમદાવાદની જેલમાં લવાયો છે ત્યારે હવે અમદાવાદ પોલીસે પણ સતર્ક રહેવું પડશે


પહેલા લાત મારી, અને હવે માફી માંગવાનું ‘નાટક’ કરી બલરામ બોલ્યા, દૂધ અને ખાંડ મળી ગઈ છે


મહિલાને જાહેરમાં લાત મારનાર BJP MLA બલરામ થવાણી સામે ગુનો નોંધાયો


લોકસભા ઈલેક્શનના થોડા દિવસો પહેલા અતીક અહેમદને નૈની સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યો હતો, 23 એપ્રિલના રોજ સુપ્રિમ કોર્ટે જેલમાં મારપીટની ઘટના અને અતીકના ગુનાહિત ઈતિહાસને જોતા તેને ગુજરાતની કોઈ જેલમાં મોકલાવનો આદેશ આપ્યો હતો. અતીક પર બસપાના ધારાસભ્ય રહેલા રાજુ પાલની હત્યાનો આરોપ છે. પ્રયાગરાજમાં અનેક પોલીસ સ્ટેશનમાં અતીક પર હત્યા, અપહરણ સહિત અનેક કેસ દાખલ કરાયેલા છે.